આયોજન:મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓ માટે થિમેટિક સજાવટ અને પ્રવૃત્તિઓ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવાર નિમિત્તે એરપોર્ટ પર અનેક આકર્ષણો માણવા મળશે

દિવાળી નિમિત્તે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ) યાત્રીઓને અનોખો આવકારવા માટે પણ સજ્યું છે. ઠેકઠેકાણે ચોંકાવનારાં રચનાત્મક આર્ટ ઈન્સ્ટોલેશન છે, જેથી દરેક યાત્રીના આ જીવંત તહેવારનો પ્રતિધ્વનિ સાંભળવા મળે. એરપોર્ટથી યાત્રા કરનારા બધા યાત્રી ભારત પ્રેરિત પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે, જે કલાકાર અને યાત્રી પ્રવૃત્તિમાંથી એક છે. આ આયોજન 10 નવેમ્બર સુધી ચાલશે.

ઉપરાંત એરપોર્ટ પર દીવાઓનું ડેકોરેશન અમને કંદિલ નિર્માણના વર્કશોપ પણ યોજાઈ રહ્યા છે, જ્યાં યાત્રીઓને દીવાઓ સજાવવા સાથે કંદિલ બનાવવાની કળા અને શિલ્પ બનાવવાનું શીખવાનો મોકો મળ છે. ઉપરાંત યાદગીરીરૂપે તે જોડે લઈ પ જઈ શકે છે, જેનો ઉપયોગ તેઓ ઘરે દિવાળીની રોશની માટે કરી શકે છે.

મોજમસ્તીથી સભર આ પ્રવૃત્તિઓ સવારે 10થી સાંજે 5 સુધી ચાલશે. એરપોર્ટ પરથી યાત્રા કરનારા યાત્રીનું સ્વાગત સુંદર કંદિલ કરે છે. તે એક્રિલિક રંગોથી રંગવામાં આવ્યાં છે અને ક્રિસ્ટલ્સથી કવર કરાયા છે, જેથી લાલટેનની ભવ્યતા ઓર વધે. ટર્મિનલમાં દિવાળીની ખુશીઓના પ્રસાર માટે ઠેકઠેકાણે વિશાળ અને ભવ્ય કંદિલ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે.

ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગંજીફા પેઈન્ટિંગ કાર્યશાળા પણ રખાઈ છે. આ મહોત્સવ ભારતની સ્વતંત્રતા અને તેના ગૌરવશાળી ઈતિહાસનું પ્રદર્શન છે, જેથી ગંજીફાનો અર્થ ફારસીમાં પત્તાં રમવા એવો થાય છે. આ રમત જૂની છે. કાગળના એક ગોળ ટુકડા પર પરંપરાગત રીતે તેને કલાકારો દ્વારા હાથથી પેઈન્ટ કરવામાં આવે છે. આ કાર્યશાળા થકી પ્રોફેશનલ કલાકારોએ લુપ્ત થતી ગંજીફા કાર્ડસ બનાવવાની કળાનું પ્રદર્શન કર્યું છે. ટર્મિનલ- 1 અને 2 પર તેનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...