ચોરી:કોરોનાની રસી સમજીને પોલિયોના ડોઝની ચોરી

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કેન્દ્રમાં CCTVના મોનિટર પણ ચોરી ગયા

કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રસીકરણ એકમાત્ર વિકલ્પ છે. પણ અત્યારે રસીકરણ ધીમુ પડ્યું છે. બધા જ નાગરિકોનું રસીકરણ કરવા માટે એટલા પ્રમાણમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી. તેથી રસી લેવા માટે લોકોએ હેરાન થવું પડે છે. રસીની અછત હોવાથી અનેક લોકો રસીકરણથી વંચિત રહી રહ્યા છે. તેથી રસી મેળવવા માટે હવે લોકો કોઈ પણ સ્તરે જઈ રહ્યા છે એમ અંબરનાથ તાલુકામાં બનેલી એક વિચિત્ર ઘટનાથી જણાય છે.

મંગરુળ તાલુકાના આરોગ્ય કેન્દ્રમાંથી કોરોનાની રસી સમજીને પોલિયોના ડોઝની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પ્રકરણે હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત ચોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. અંબરનાથ તાલુકામાં મલંગગડ પરિસરમાં મંગરુળ આરોગ્ય કેન્દ્રમાં કોરોનાનું રસીકરણ કરવામાં આવે છે. તેથી આ કેન્દ્રમાં રસીનો સ્ટોક હોય છે. આ આરોગ્ય કેન્દ્રમાં કોવિડની રસી સમજીને નાના બાળકો માટેની પોલિયોની રસી ચોરી થઈ હતી. ચોરોએ મધરાતે આ પોલિયો રસી ચોરી કરી હતી. આંચકાજનક વાત એટલે આ ચોરોએ આરોગ્ય કેન્દ્રમાં સીસી ટીવીના વીસીઆર અને મોનિટરની પણ ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...