તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:મુંબઈની લોકલમાં 4 વર્ષમાં 62,621 મોબાઈલની ચોરી

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે રેલવે પોલીસ ફક્ત 7575 કેસ ઉકેલી શકી

મુંબઈની ઉપનગરીય લોકલ સેવા શહેરની લાઈફલાઈન ગણાય છે. મુંબઈ લોકલ થંભી જાય એટલ મુંબઈ થંભી ગયું એમ જણાવવામાં આવે છે. જોકે આ જ લોકલ મોબાઈલ ચોરો માટે હોટસ્પોટ બની છે. છેલ્લા ચાર વર્ષમાં મુંબઈ લોકલમાંથી 62,621 મોબાઈલ ફોનની ચોરી થઈ છે. એમાંથી ફક્ત 12 ટકા અર્થાત 7575 પ્રકરણનો ઉકેલ કાઢવામાં રેલવે પોલીસને સફળતા મળી છે. બાકીના પ્રકરણોની તપાસ ચાલુ હોવાની આઘાતજનક બાબત પ્રકાશમાં આવી છે.

કોરોના પ્રતિબંધો તબક્કાવાર હળવા કરવામાં આવી રહ્યા છે. અત્યારે અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ માટે દોડતી ઉપનગરીય રેલવેમાં આગામી તબક્કામાં સામાન્ય નાગરિકોને પ્રવાસની છૂટ મળે એવી શક્યતા છે. મર્યાદિત પ્રવાસીઓ હોવા છતાં મોબાઈલ ચોરીની ઘટનાઓ સતત બનતી હોવાથી લોકલમાં મોબાઈલ ચોરી પર અંકુશ રાખવાનો મોટો પડકાર રેલવે પોલીસ, રેલવે સુરક્ષા દળ અને રેલવે પ્રશાસન સમક્ષ છે. મુંબઈ રેલવે પોલીસ આયુક્તાલયની હદમાં જાન્યુઆરીથી એપ્રિલ 2021ના સમયગાળામાં મોબાઈલ ચોરીની 1233 ઘટનાઓની નોંધ થઈ છે. એમાંથી 18 ટકા અર્થાત 222 પ્રકરણોનો ઉકેલ કાઢવામાં આવ્યો છે.

પ્રવાસીઓ આક્રમક
મોબાઈલ ચોર સાથે થયેલી ઝપાઝપીમાં કલવા સ્ટેશનમાં લોકલ નીચે આવી જતા 35 વર્ષીય વિદ્યા પાટીલે જીવ ગુમાવ્યો. તાજેતરમાં આ ઘટના બની. વિદ્યાને 7 મહિનાના બાળકી સહિત અન્ય બે પુત્રીઓ છે. આ પ્રકરણને લીધે રેલવે પ્રવાસી સંગઠનો આક્રમક બન્યા છે. રેલવે સ્ટેશનમાં 24 કલાક પેટ્રોલિંગ કરવું એવી માગણી મધ્ય રેલવેના વિભાગીય રેલવે વ્યવસ્થાપક શલભ ગોયલની મુલાકાત લઈને કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...