નિર્ણય:રાજ્યમાં થિયેટર, હોટેલ, ઓફિસો 100% ક્ષમતા સાથે શરૂ કરી શકાશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો પણ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરી શકાશે

કોરોનાના સંક્રમણનો પ્રભાવ ઓછો થવાથી સરકારે નવી નિયમાવલી બુધવારે જારી કરી છે. આ મુજબ રાજ્યનાં નાટ્યગૃહો, થિયેટર, હોટેલો 100 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. મુંબઈ શહેર અને ઉપનગર, પુણે, ભંડારા, સિંધુદુર્ગ, નાગપુર, રાયગડ, વર્ધા, રત્નાગિરિ, સાંગલી, ગોંદિયા, ચંદ્રપુર, કોલ્હાપુર માટે આ છૂટ આપવામાં આવી છે.

આ સાથે પર્યટન સ્થળ અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. સ્પા અને સ્પોર્ટસ પણ 100 ટકા ક્ષમતાથી શરૂ કરી શકાશે. ઉપરાંત જિમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન મેદાનોને પણ આ છૂટ આપવામાં આવી છે. સરકારી અને ખાનગી કાર્યાલયો, સર્વ ઉદ્યોગ વ્યવસાય પણ સંપૂર્ણ ક્ષમતાથી ચાલુ કરી શકાશે. આ સિવાયના અન્ય જિલ્લામાં 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાની શરત રાખવામાં આવી છે. 14 જિલ્લામાં નિયંત્રણો હળવાં કરવા છતાં કોરોનાના નિયમોનું પાલન તો કરવાનું જ રહેશે.

લોકલમાં બધાને પ્રવાસ નહીં
જોકે બુધવારે મુંબઈ હાઈ કોર્ટમાં નવી નિયમાવલી રજૂ કરી તેમાં રસી નહીં લીધી હોય તેમને લોકલમાં પ્રવાસની છૂટ આપી નહીં શકાશે એવું સરકાર વતી જણાવવામાં આવ્યું હતું. રસીકરણ શરૂ થયું ત્યારથી દુનિયાના બધા જ દેશોએ તેની પર સૌથી વધુ ભાર આપ્યો છે.

આથી ભારત કોરોનાની ત્રીજી લહેરને રોકી શક્યો છે, પરંતુ લોકલમાં બધાને પ્રવાસની છૂટ આપીને મહારાષ્ટ્ર સરકાર જોખમ ઉઠાવવા તૈયાર નથી. અન્યત્ર પણ છૂટછાટ આપી હોવા છતાં બે રસી લીધી હોય તેમને જ છૂટનો લાભ મળશે એવી સ્પષ્ટતા કોર્ટે કરી છે. આ સાથે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...