તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખતરો ભારે પડ્યો:યુવાને બોમ્બ બનાવ્યો પણ ડિફ્યુઝ નહીં કરી શકતાં પોલીસ પાસે પહોંચ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નાગપુરમાં બનેલી ઘટનામાં પોલીસે યુવાનને કબજામાં લીધો

યુટ્યુબ પર વિડિયો જોઈને અલગ અલગ પદ્ધતિથી કશુંક નવું કરવાની અનેક લોકોને આદત છે. યુટ્યુબ જોઈને ઘણા લોકો નવું નવું શીખે છે. જોકે નાગપુરમાં એક 25 વર્ષના યુવાને યુટ્યુબ પર વિડિયો જોઈને રીતસર બોમ્બ બનાવ્યો. યુવાને યુટ્યુબ પર બતાવ્યા પ્રમાણે સર્વ સામગ્રી ભેગી કરી. આ પછી પોતાનું મગજ દોડાવીને ઘરમાં બોમ્બ બનાવ્યો, પરંતુ બોમ્બ બનાવ્યા પછી તેને નિષ્ક્રિયકરતાં ફાવ્યું નહીં ત્યારે બોમ્બ લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.25 વર્ષનો યુવાન રાહુલ પગાડે નાગપુરના નંદનવન વિસ્તારમાં સાઈબાબા નગરમાં રહે છે.

તેણે યુટ્યુબમાં બતાવ્યા પ્રમાણ સર્વ સામગ્રીઓ ભેગી કરીને દેશી બોમ્બ બનાવ્યો હતો. આ પછી તે ડિફ્યુઝ કરવાનું ફાવ્યું નહીં ત્યારે થેલીમાં નાખીને તે પોલીસ સ્ટેશને પહોંચી ગયો. આ યુવાનના કારનામા જોઈને પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. તુરંત બોમ્બ નાશક ટીમને બોલાવવામાં આવી હતી.આ ટીમે ભારે જહેમતથી બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો. ટીમે દેશી બોમ્બની ઈલેક્ટ્રિક સરકિટને બેટરીથી અલગ કરીને બોમ્બ નિષ્ક્રિય કર્યો હતો. પોલીસે યુવાનને કબજામાં લઈને વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...