મંજૂરી:મુંબઈમાં વધુ 1 હજાર મેગાવોટ વીજ લાવવાનું કામ ઝડપી થશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈટેન્શન ટાવર ઊભા કરવા વન જમીનના હસ્તાંતરણને મંજૂરી આપી

વીજની વધતી માગની પાર્શ્વભૂમિ પર મુંબઈમાં અતિરિક્ત 1 હજાર મેગાવોટ વીજ લાવવાના કામમાં હવે ઝડપ આવશે. ખારઘપ-વિક્રોલી દરમિયાન લગભગ 37 કિલોમીટર લાંબી 400 કેવીની હાઈવોલ્ટેજ લાઈન ઊભી કરવામાં આવશે. એના માટે હાઈટેન્શન ટાવર ઊભા કરવા જરૂરી 57 હેકટર વન જમીન હસ્તાંતરિત કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. તેથી આ હાઈવોલ્ટેજ લાઈન ઊભી કરવી અને વિક્રોલી ખાતે 400 કેવીના જીઆઈએસ સબસ્ટેશન સમયસર ઊભું થતા મુંબઈને વધારાની વીજ ઉપલબ્ધ થશે.

અત્યારે મુંબઈની વીજની માગ ઊનાળામાં 3 હજાર 500 મેગાવોટ છે જેમાં દર વર્ષે 200 થી 250 મેગાવોટ વીજનો ઉમેરો થાય છે. અત્યારે મુંબઈ પરિસરના વીજ પ્રકલ્પમાંથી 2 હજાર મેગાવોટ વીજ ઉપલબ્ધ થાય છે. હાઈવોલ્ટેજ વીજ લાઈનના માધ્યમથી 1 હજાર 600 મેગાવોટ વીજ લાવવી શક્ય થાય છે. તેથી અચાનક વીજની માગ વધે અથવા મુંબઈની નજીકના વીજનિર્મિતી પ્રકલ્પમાં ખરાબી થાય તો મુંબઈ પર લોડશેડિંગનું સંકટ ઊભું થાય છે.

એની ગંભીર નોંધ લેતા રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર અદાણી ટ્રાન્સમિશનની ઉપકંપની ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન પ્રા.લિ.ને 400 કેવી અને 210 કેવીની ડબલ સર્કિટ ટાવર ઊભા કરવાનું કામ આપવામાં આવ્યું છે. આ વીજ લાઈન માટે હાઈટેન્શન ટાવર ઊભા કરવા પડશે. એના માટે મોટી જગ્યા જરૂરી છે. આ જમીન વન વિભાગની છે. એ જમીનનું હસ્તાંતરણ કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. તેથી હવે હાઈટેન્શન ટાવર અને જીઆઈએસ વીજ ઉપકેન્દ્ર ઊભું કરવાનું કામ ઝડપથી થશે. ખારઘર-વિક્રોલી વચ્ચે હાઈવોલ્ટેજ વીજ લાઈન ઊભી કરવાનું કામ 2013થી બાકી છે.

અત્યારે મુંબઈની વીજ માગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ પાર્શ્વભૂમિ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઓકટોબરમાં અદાણી ટ્રાન્સમિશન સાથે થયેલી બેઠકમાં 2023 સુધી વીજ લાઈન નાખવાનું કામ પૂરું કરવું એવો નિર્દેશ આપ્યો હતો. તેથી એના જ ભાગ તરીકે સરકારે તરત વન જમીન ઉપલબ્ધ કરી આપી છે. પરિણામે ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન કંપનીએ સમયસર કામ પૂરું કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...