તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય મહિલા ટીમે માર્ચ,2020માં ટી20 વર્લ્ડ કપ ફાઈનલ પછી એક પણ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. ટીમે છેલ્લી વન-ડે 6 નવેમ્બર, 2019ના રોજ રમી હતી. એટલે, ટીમે 455 દિવસથી એક પણ વન-ડે મેચ રમી નથી. જે આ સદીનો સૌથી લાંબો ગાળો છે. દ.આફ્રિકાની ટીમ માર્ચમાં ભારતના પ્રવાસે 5 વન-ડે અને 3 ટી20 રમવાની છે.
4 વખત 300થી વધુ દિવસ સુધી ટીમ વન-ડે રમી નથી
2000થી 2002 વચ્ચે, 2003માં, 2009-10માં અને 2013-14માં પણ ટીમને વન-ડે મેચ રમવા 300થી વધુ દિવસ રાહ જોવી પડી હતી. મહિલા વર્ગમાં ટેસ્ટ મેચ ઓછી રમાય છે. ટી20 હવે શરૂ થઈ છે. વન-ડે કેપ્ટન મિતાલી હવે ટી20 રમતી નથી. આથી તેને ફિટનેસ અને પ્રદર્શન જાળવી રાખવામાં મુશ્કેલી પડે છે. મિતાલી દેશની સૌથી સક્સેસફૂલ ખેલાડી પણ છે.
2000થી પુરુષ ટીમે 918 તો મહિલા ટીમે માત્ર 260 મેચ રમી
1 જાન્યુઆરી, 2000થી ભારતીય પુરુષની સરખામણીએ મહિલા ટીમ ઘણી પાછળ છે. પુરુષોએ આ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં 918 મેચ રમી છે, તો મહિલા ટીમને માત્ર 260 મેચ રમવાની તક મળી છે. એટલે, પુરુષ ટીમે લગભગ 3.5 ગણી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે.
કેટેગરી | ટેસ્ટ | વન-ડે | ટી20 |
મહિલા | 10 | 127 | 123 |
પુરુષ | 216 | 565 | 137 |
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની રકમમાં પણ 14 ગણું અંતર: BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પુરુષ કેટેગરીના A+ ગ્રેડવાળા ખેલાડીને 7 કરોડ, જ્યારે મહિલા કેટેગરીના A+ ગ્રેડની ખેલાડીને 50 લાખ મળે છે. એટલે, બંનેને મળતી રકમમાં 14 ગણું અંતર છે.
ટીમ 2005 અને 2017માં વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી: મહિલા ટીમ 2005 અને 2017માં વન-ડે વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી પહોંચી હતી. ટીમ બંને વખત રનર-અપ રહી. 2020માં ટી20 વર્લ્ડ કપમાં પણ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.