અકસ્માત:ભાયખલામાં ચાલુ ટ્રેને ચઢવા જતાં મહિલા પ્લેટફોર્મના ગેપમાં લપસી

મુંબઇ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે મહિલા કોન્સ્ટેબલની સતર્કતાએ 40 વર્ષની મુસાફરાનો જીવ બચાવ્યો

મુંબઇમાં પ્રવાસીઓ ચાલતી લોકલ ટ્રેનમાં ચઢવા-ઊતરવા જતા અકસ્માતો થવા છતાં અમુક લોકો આ જીવલેણ આદત છોડતા નથી. હાલમાં વધુ એક કિસ્સો મુંબઈના ભાયખલા રેલવે સ્ટેશન પર પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 40 વર્ષની મહિલા પ્લેટફોર્મ પરથી જતી લોકલ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં સરી ગઈ હતી. તે પાટા પર પડે તે પહેલાં, સ્થળ પર તહેનાત એક મહિલા કોન્સ્ટેબલે દોડીને તેનો હાથ પકડી લીધો અને તેનો જીવ બચાવ્યો હતો.

રવિવારે રાત્રે 8 વાગ્યે બનેલી આ ઘટનામાં ભાયખલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મધ્ય રેલવેના જીએમએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ ઘટનાનો વિડિયો શેર કર્યો અને લખ્યું, 21 નવેમ્બરના ભાયખલા રેલવે સ્ટેશન પર એક 40 વર્ષની મહિલાએ ચાલતી લોકલ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે સંતુલન ગુમાવવાને પડી ગઈ હતી. સ્ટેશન પર તહેનાત રેલવે પોલીસ ફોર્સ (આરપીએફ)ની મહિલા કોન્સ્ટેબલ સપના ગોલકરે પોતાના જીવની પરવા ર્ક્યાં વગર વીજળી વેગે મહિલા મુસાફરનો જીવ બચાવીને પ્રશંસનીય કામ કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મુંબઈના જુદા જુદા ભાગોમાં રેલવે સ્ટેશનો પર આવી ઘણી ઘટનાઓ બની છે. થોડા દિવસો પહેલા રેલવે કર્મચારીની સતર્કતાના કારણે રેલવે પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર પડેલા બાળકનો જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...