મુંબઈમાં એક 49 વર્ષીય મહિલાનો મોબાઈલ ફોન ચાલતી ટ્રેનમાંથી ચોરટાએ છીનવી લીધો હતો. ચોરટાને રોકવાનો પ્રયાસ કરતી વખતે મહિલા ટ્રેનમાંથી પડી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. તાજેતરમાં માહિમ રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી. પીડિતા હવે હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી, એમ રેલવે પોલીસ (જીઆરપી)ના વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. મહિલા થાણે જિલ્લાના બદલાપુરની રહેવાસી છે.
અધિકારીએ જણાવ્યું કે, રમઝાન ઉર્ફે યેસેનુદ્દીન ખાન (28) માહિમ રેલવે સ્ટેશન પર પ્રિયંકા ખડકેનો મોબાઈલ છીનવીને ટ્રેનમાંથી કૂદી ગયો હતો. તેને રોકવાનો પ્રયાસ કરતાં પ્રિયંકા પણ નીચે પડી ગઈ હતી. પ્રિયંકા ટ્રેનમાંથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મુસાફરોનો અવાજ સાંભળીને પ્લેટફોર્મ પરના પ્રવાસીઓએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
પ્રિયંકા સાંતાક્રુઝમાં રેશન ઓફિસમાં ક્લાર્ક છે.ઈજાગ્રસ્ત મહિલાને નજીકની જિયોન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી પ્રિયંકા પાસેથી છીનવેલો 15,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ કબજે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.