ઝઘડા પછી વ્હોટ્સએપ પર નંબર બ્લોક કરતાં 20 વર્ષીય મહિલાએ દહિસરમાં રેલવે ટ્રેક નજીક પ્રેમીના ઘરે આવીને ગળેફાંસો ખાધો હતો. પ્રણાલી લોકરે સોમવારે સવારે મૃતાવસ્થામાં મળી આવી હતી. પ્રણાલી અને તેના 27 વર્ષીય પ્રેમી છેલ્લા છ મહિનાથી એકબીજાને જાણતાં હતા. રવિવારે રાત્રે બંનેએ એક લગ્નમાં હાજરી આપી હતી.
આ પછી પ્રણાલી પ્રેમીના ઘરે રાત્રે રોકાવા માટે આગ્રહ કરવા લાગી હતી. જોકે પ્રેમીએ ઈનકાર કરી દીધો હતો. આથી પ્રણાલી ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ હતી. જોકે ફરી તે પ્રેમીને ફોન કરીને તેના ઘરે આવવું છે એવી જીદ કરવા લાગી હતી. પ્રેમીએ કહ્યું કે રાત્રે તેના વિસ્તારમાં અનેક નશાના બંધાણીઓ ફરતા હોવાથી જોખમ છે.
આમ છતાં પ્રણાલીએ નહીં સાંભળતા તેને વ્હોટ્સએપ નંબર બ્લોક કરી દીધો હતો.આ પછી પ્રણાલી પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે રાત્રે તેના ઘરે રોકાઈ પરંતુ આ દરમિયાન દુપટ્ટાથી સીલિંગ સાથે લટકીન ગળે ફાંસો ખાઈ લીધો હતો. સવારે પ્રેમી ઊઠ્યોત્યારે આ ઘટના બહાર આવી હતી. જીઆરપીએ અકસ્માતે મૃત્યુની નોંધ કરી છે. ઘટનાસ્થળથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.