આર્યન ડ્રગ્સ કેસ:આર્યન ડ્રગ્સ કેસના તાર બિહારની મોતિહારી જેલ સાથે જોડાયા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર આર્યનને સંડોવતા ડ્રગ્સ કેસના તાર બિહારની મોતિહારી જેલ સાથે જોડાયા છે. આ જેલમાં બંધ ડ્રગ્સ તસ્કર મુંબઈના મલાડ પૂર્વના શિવશક્તિ મંડળ, આંબેડકર સાગરના રહેવાસી મહંમદ ઉસ્માનશેખ અને મલાડ પૂર્વના કુરાર વિલેજના સત્યવીર યાદવ, આનંદેશ નગર અજાબાડાના વિજયવંશી પ્રસાદની એનસીબી દ્વારા પૂછપરછ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ થઈ છે.

એનસીબીની ટીમ આમાંથી બે આરોપીઓને પૂછપરછ માટે મુંબઈ લાવશે, જે માટે દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. સૂત્રો અનુસાર ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી દરમિયાન આર્યન સાથે જે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી મોતિહારી સેન્ટ્રલ જેલમાં બંધ ડ્રગ્સ તસ્કર વિજય વંશી પ્રસાદનો એક સંબંધી પણ સામેલ છે.એનસીબીની પૂછપરછમાં તેણે પ્રસાદ સંબંધમાં જાણકારી આપી હતી. આ પછી એનસીબીએ મોતિહારી જેલનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવી હતી. આ પછી મહંમદ ઉસ્માન અને પ્રસાદને મુંબઈ લાવશે.

નેપાળ સાથે કનેકશન જોડાયું
આર્યન સાથે ક્રુઝ પર પકડવામાં આવેલા સાગરીતોએ મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. ડ્રગ્સ સપ્લાયરનું નેટવર્ક નેપાળ અને ઉત્તર બિહારના મુઝફ્ફરપુરના અનેક તસ્કરો સાથે જોડાઈ રહ્યું છે. મુઝફ્ફરપુર સેન્ટ્રલ જેલમાં બંધ નેપાળના ત્રણ અને મુઝફ્ફરપુરના કટરા પહસૌલના ત્રણ તસ્કરોની પણ પોલીસે જાણકારી મેળવી છે. તેમનો ગુનાહિત રેકોર્ડ પણ લીધો છે.

મુંબઈમાં મલાડ વેસ્ટનો દીપક યાદવ ઉર્ફે ટાર્ઝન ઉર્ફે બાબા આ સિન્ડિકેટનો સૂત્રધાર છે. દીપક માટે ઉસ્માન, વિજય, નેપાળનો પ્રકાશ, સાત્વિક, સંજય અને મુઝફ્ફરપુરના કટરા પહસૌલનો ગૌરવ કુમાર, બાંસો કુમાર અને રૂપેશ શર્મા કામ કરતા હતા. કારથી આ બધા નેપાળથી ડ્રગ્સની તસ્કરી કરીને સડક માર્ગે મહારાષ્ટ્રમાં પહોંચાડતા હતા.

અન્ય સમાચારો પણ છે...