વિધાનમંડળનું સત્ર:રાજ્ય વિધાનમંડળનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી નાગપુરમાં યોજાશે

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય વિધાનમંડળનું શિયાળુ સત્ર નાગપુર ખાતે 7 ડિસેમ્બરથી યોજાશે. સર્વ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક વિધાનમંડળના પ્રધાન સચિવ રાજેન્દ્ર ભાગવતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કોવિડની પાર્શ્વભૂમિમાં આ સત્ર માટે વિશેષ પ્રતિબંધાત્મક તૈયારી કરવામાં આવી છે. નાગપુર ખાતે વિધાનભવનની મંત્રી પરિષદ ચેમ્બરમાં પ્રધાન સચિવ ભાગવતની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં સર્વ સંબંધિતો હાજર હતા.મુંબઈ ખાતે આગામી અઠવાડિયામાં વિધાનમંડળ કામકાજ સલાહકાર સમિતિને બેઠક યોજાશે. તે દષ્ટિથી આજની બેઠકમાં જરૂરી તૈયારીઓ માટે બધા વિભાગોએ કરેલી પ્રાથમિક તૈયારો કયાસ મેળવવામાં આવ્યો હતો.

કોરોનાને લઈને સત્રમાં સહભાગી થનારા વિધાનમંડળના સભ્યોથી લઈને કર્મચારીઓ સુધી રસીકરણના બે ડોઝ પૂરા કર્યા હોય તે જરૂરી રહેશે.આથી દરેકે બે ડોઝ લીધાનું પ્રમાણપત્ર જોડે લાવવાનું જરૂરી રહેશે. ઉપરાંત બે ડોઝ છતાં સત્ર દરમિયાન દરેકને ફરીથી આરટી- પીસીઆર ટેસ્ટ કરાવવાનું અનિવાર્ય રહેશે. આથી વિધાનમંડળના સભ્યો, તેમના અંગત સહાયકો, સર્વ અધિકારી- કર્મચારી, મિડિયાના પ્રતિનિધિ, સુરક્ષા માટે તહેનાત પોલીસ, ડ્રાઈવરોનો આરટી- પીસીઆર ટેસ્ટ સત્ર પૂર્વે કરવામાં આવશે.પ્રવેશ મર્યાદિત રહેશે. આથી વિધાનમંડળ પરિસરમાં સભાગૃહના સભ્યોના અંગત સહાયકોને પ્રવેશ નહીં અપાશે.

મહિલા વિધાનસભ્યો માટે એક માળ
દરમિયાન આમદાર નિવાસમાં મહિલા વિધાનસભ્યો માટે એક માળ અનામત રાખવામાં આવે અને વિશેષ પોલીસ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે એવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સત્રના સમયગાળામાં વાહન વ્યવસ્થા અને પાર્કિંગ, ફોન, વીજ, તબીબી સુવિધા, નૈસર્ગિક આપત્તિમાં આપત્કાલીન વ્યવસ્થા, અગ્નિશમન દળની ઉપલબ્ધતા, ઈન્ટરનેટ, વાયફાય, રેલવે આરક્ષણ, ખાનપાન વગેરે વ્યવસ્થાઓ વિશે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...