તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મેટ્રો-3 રૂટમાં ધારાવી સ્ટેશન ઊભું કરવાનો માર્ગ ખુલ્લો

મુંબઈ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ધારાવીની 0.43 હેકટર જમીન બાકાત કરાઈ

બાન્દરા-સીપ્ઝ-કોલાબા મેટ્રો-3 રૂટમાં ધારાવી સ્ટેશન ઊભું કરવા ધારાવી સ્થિત 0.43 હેકટર જમીન મેનગ્રોવ્ઝમાંથી બાકાત રાખવામાં આવી છે. તેથી ધારાવી સ્ટેશન ઊભું કરવાનો માર્ગ ખુલ્લો થયો છે. મુંબઈ મેટ્રો-3 સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ છે. આ રૂટમાં કુલ 27 સ્ટેશન છે જેમાંથી 26 અંડરગ્રાઉન્ડ છે. આ રૂટ 33.5 કિલોમીટર છે છતાં આ પ્રકલ્પ માટે 51 કિમીનો અંડરગ્રાઉન્ડ માર્ગ ખોદવામાં આવશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન આ કામ કરે છે. આ પ્રકલ્પ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સમાન ભાગીદારી ધરાવતી મુંબઈ મેટ્રો રેલવે કોર્પોરેશન કંપની સ્થાપવામાં આવી છે.

આ મેટ્રોને લીધે ફોર્ટ, વરલી, બીકેસી, મરોલ એમઆઈડીસી, એરપોર્ટ, અને કલિના સ્થિત મુંબઈ યુનિવર્સિટી કોમ્પ્લેક્સ, દસથી બાર મોટી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો મેટ્રોને લીધે જોડાશે.જો કે આ રૂટમાં ધારાવી થોડી જમીન મેનગ્રોવ્ઝ તરીકે અનામત રાખવામાં આવી હતી. તેથી ધારાવી સ્ટેશન ઊભું કરવામાં અડચણ નિર્માણ થઈ હતી.

આ સ્ટેશનની માગણી માટે ધારાવીની જમીનને મેનગ્રોવ્ઝમાંથી બાકાત કરવાની માગણી મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને મુખ્ય સચિવ વનસંરક્ષક પાસે કરી હતી. જો કે આ બાબત કેન્દ્રિય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના અખત્યારમાં હોવાથી કેન્દ્ર સરકાર સમક્ષ પ્રયત્ન કરવામાં આવ્યો. આખરે કેન્દ્ર સરકારે સ્ટેશન માટે જરૂરી જમીન મેનગ્રોવ્ઝ અનામતમાંથી બાકાત રાખવા ગ્રીન સિગ્નલ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો