સૌપ્રથમ સમુદ્રિ પ્રવાસ સફળતાથી પૂર્ણ:યુદ્ધજહાજ INS - વિક્રાંત પંદર ઓગસ્ટથી સેવામાં દાખલ થશે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્વદેશી વિમાનવાહક જહાજનો સૌપ્રથમ સમુદ્રિ પ્રવાસ સફળતાથી પૂર્ણ

સ્વદેશી બનાવટનું વિમાનવાહક યુદ્ધજહાંજ વિક્રાંતે પ્રથમ સમુદ્રિ યાત્રા સફળતાથી પૂરી કરી છે. 4 ઓગસ્ટથી તે કોચીથી નીકળ્યું હતું. નિયોજન અનુસાર આ યુદ્ધજહાજનાં પરીક્ષણોમાં પ્રગતિ કરી છે અને પ્રણાલીના માપદંડ સંતોષકારક જણાયાં છે.

જહાજ ભારતીય નૌકાદળ પાસે સુપરત કરવા પૂર્વે બધાં ઉપકરણો અને યંત્રણા સફળતાથી સિદ્ધ કરવા માટે સમુદ્રમાં તેની પરીક્ષણની શ્રેણી ચાલુ જ રહેશે.ભારતીય નૌકાદળના નૌવહન રચના સંચાલનાલય (ડીએનડી) રચિત સ્વદેશી વિક્રાંતની બાંધણી જાહેર ક્ષેત્રના ઉપક્રમ કોચિન શિપયાર્ડ લિમિટેડમાં કરવામાં આવી રહી છે. 76 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી સાથે તૈયાર કરાયેલું વિક્રાંત રાષ્ટ્રના આત્મનિર્ભર ભારત અને ભારતીય નૌકાદળના મેક ઈન્ડિયા સંશોધન ઉપક્રમનો મુખ્ય દાખલો છે.આ સ્વદેશી યુદ્ધજહાજ 262 મીટર લાંબું, 62 મીટર પહોળું અને 59 મીટર ઊંચું છે.

તેની પર કુલ 14 ડેક છે, જેમાં પાંચ સુપરસ્ટ્રક્ચર્સ છે. આ જહાજમાં 2300થી વધુ કમ્પાર્ટમેન્ટ્સ છે, જે આશરે 1700 લોકોના સમુદ્રિ પર્યટન માટે નિર્માણ કરાયું છે. તેમાં મહિલા અધિકારીઓ માટે સ્વતંત્ર વ્યવસ્થા છે. મશીનરી ઓપરેશન, જહાજ નેવિગેશન અને ટકાઉપણા માટે ઉચ્ચ સ્તરનું ઓટોમેશન ધરાવતા આ જહાજની રચના નિશ્ચિત વિંગ અને રોટરી માટે વર્ગીકરણ માટે કરવામાં આવેલી જગ્યા છે. ભારતીય સ્વાતંત્ર્યના 75મા વર્ષ, એટલે કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વિક્રાંતને નૌકાદળના કાફલામાં સમાવેશ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...