તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોના કેર સેંટરોના વેન્ટિલેટર અને ICU હવે મહાપાલિકાની હોસ્પિટલોમાં ખસેડાશે

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અનેક ગંભીર દર્દીઓની સારવાર માટે ઘણા ઉપયોગી થશે

કોરોના કેન્દ્રમાં દાખલ થનારા દર્દીઓની સુવિધા માટે તૈયાર રાખવામાં આવેલા વેન્ટિલેટર અને આઈસીયુ મુંબઈ મહાપાલિકાની હોસ્પિટલમાં ઉપલબ્ધ કરી આપવાનો પ્રશાસનનો વિચાર છે. મહાપાલિકાની મુખ્ય હોસ્પિટલો, ઉપનગરોની હોસ્પિટલો અને પ્રસુતિગૃહોમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ શકશે અને ગંભીર દર્દીઓને જરૂરી સારવાર સમયસર મળી શકશે એવી આશા મહાપાલિકા અધિકારીઓ વ્યક્ત કરે છે.

મુંબઈમાં કોરોનાનો ફેલાવો ઝડપથી થવા માંડ્યો પછી મહાપાલિકાએ ઠેકઠેકાણે કોરોના કેર સેંટર-1, કોરોના કેર સેંટર-2, કોરોના આરોગ્ય સમર્પિત કેન્દ્ર તેમ જ જમ્બો કોરોના કેન્દ્ર ચાલુ કર્યા. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં આવ્યા બાદ ધીમે ધીમે કેટલાક નાના કોરોના કેર સેંટર બંધ કરવામાં આવ્યા. આજની તારીખે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં છે.

સમિતિ કયાસ કાઢે છે
દરમિયાન કોરોના કેન્દ્રોમાં કેટલીક સુવિધાઓ, યંત્રણાઓ મર્યાદિત સમય માટે ઉપલબ્ધ કર્યા હતા. તેથી એમાંથી કઈ સાધનસામગ્રી મહાપાલિકાની હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરી શકાય એનો કયાસ સમિતિ કાઢી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો