તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ રસીકરણ કૌભાંડ:રસી સીરમમાંથી જ મોકલાઈ હતી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જોકે અલગ અલગ હોસ્પિટલમાં મોકલ્યા પછી શું થયું તેની હવે તપાસ

બોગસ રસીકરણ કૌભાંડમાં કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટીના 120 મેમ્બરોને અલગ અલગ હોસ્પિટલોને નામે સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં તે રસીના ડોઝ સીરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી જ મોકલવામાં આવ્યાં હતાં, એવો જવાબ સીરમ મહાપાલિકાને આપ્યો છે.સીરમ દ્વારા અલગ અલગ હોસ્પિટલોને આ ડોઝ મોકલવામાં આવ્યા હતા. જોકે કાંદિવલીની સોસાયટીના મેમ્બરોને આપવાં આવેલા સર્ટિફિકેટની નકલ કરીને ચેડાં કરવામાં આવ્યાં હતાં કે પછી નકલી સર્ટિફિકેટ બનાવીને નકલી રસી આપવામાં આવી તે અંગે હવે મહાપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે હમણાં સુધી આ પ્રકરણમાં કાંદિવલીના ચારકોપની હોસ્પિટલનાં સ્થાપક ડોક્ટર દંપતી સહિત 10 જણની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણ કુલ સાત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કૌભાંડની વ્યાપ્તિ વધુ હોવાથી અને નાગરિકોના આરોગ્યનો પ્રશ્ન હોવાથી પોલીસ દ્વારા તપાસ માટે એસઆઈટીની સ્થાપના કરી છે.

કાંદિવલીની સોસાયટીમાં બોગસ રસીકરણ કૌભાંડ બહાર આવ્યા બાદ તેની વ્યાપ્તિ વધતાં આ પ્રકરણની તપાસ માટે એસઆઈટી રચવામાં આવી છે. આ પ્રકરણમાં ચારકોપની શિવમ હોસ્પિટલનાં સ્થાપક અને માલિક ડો. શિવરાજ પટારિયા અને તેમની પત્ની નિતા પટારિયા સહિત 10 જણની ધરપકડ કરવામાં આવી છે. કુલ સાત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

મુંબઈમાં બે હજારથી વધુ લોકોને આ ટોળકીએ રસી આપી છે. આ કેસમાં મુખ્ય આરોપીઓનાં 8 બેન્ક ખાતાં સીલ કરવામાં આવ્યાં છે, આઠ આરોપીઓ પાસેથી 12.40 લાખ રૂપિયાની છેતરપિંડીની રકમ જપ્ત કરવામાં આવી છે, એમ જોઈન્ટ સીપી (કાયદો અને વ્યવસ્થા) વિશ્વાસ નાંગરે પાટીલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...