તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેનહોલની ગંદકીમાં માણસોને ઉતરીને અંડરગ્રાઉન્ડ ગટરોની સફાઈ કરવાના અમાનવીય કામને હંમેશા માટે બંધ કરવાનો પ્રયત્ન આ વર્ષે મહાપાલિકા કરશે. 2021-22માં અંડરગ્રાઉન્ડ મળનિસરણ પાઈપલાઈનની 100 ટકા સફાઈ મશીનથી જ કરવાનું લક્ષ્ય મહાપાલિકાએ રાખ્યું છે. એના માટે 37 મશીન અને વાહનોની ખરીદી કરવામાં આવશે. એ માટે રૂ. 250 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
મુંબઈમાં સેંકડો કિલોમીટરની અંડરગ્રાઉન્ડ મળનિસરણ પાઈપલાઈન છે. એની સફાઈ માટે અનેક વર્ષોથી માણસોને મેનહોલમાં ઉતારવામાં આવે છે. મેનહોલની અંદરના ઝેરી વાયુને કારણે અનેક કોન્ટ્રેક્ટ કર્મચારીઓના મૃત્યુ થયા છે. કેટલાકને શ્વાસની તકલીફ સાથે બાકીની જિંદગી જીવવી પડે છે. માણસાઈને શરમ આવે એવા આ કામને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓ થવાથી મહાપાલિકાએ આ કામ મશીનો દ્વારા કરાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેનહોલમાં માણસો ઉતારવાનું પ્રમાણ ખૂબ ઓછું થયું છે પણ કેટલાક અડચણવાળા ઠેકાણે હજી પણ માણસોને ઉતારવામાં આવે છે. તેથી છેલ્લા થોડા વર્ષોથી સફાઈ માટે વધુમાં વધુ મશીન ખરીદવાનું કામ મહાપાલિકાએ કર્યું છે.
મશીનથી 100 ટકા સફાઈનું લક્ષ્ય
હવે મેનહોલમાં કોઈ માણસને ઉતારવામાં આવતા નથી. લગભગ બધા ઠેકાણે સફાઈનું કામ મશીનથી કરવામાં આવે છે. આગામી એકાદ વર્ષમાં આ મશીનોની સંખ્યા વધારીને અંડરગ્રાઉન્ડ મળનિસરણ પાઈપલાઈનોની 100 ટકા સફાઈ કરવાનું લક્ષ્ય મહાપાલિકાએ રાખ્યું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.