તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઉદ્ધવ ઠાકરે સરકાર નરીમાન પોઈન્ટ પરનો એર ઈન્ડિયા ટાવર ખરીદી લેશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારને 1400 કરોડમાં ખરીદવો છે, જ્યારે કંપનીને રૂ 2000 કરોડ જોઈએ છે

રાજ્ય સરકારે નરિમાન પોઈંટ પરની આઈકોનિક ઈમારત એર ઈન્ડિયાની ખરીદી બાબતે ફરીથી ચર્ચા શરૂ કરી છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ એસ.જે.કુંટેએ એર ઈન્ડિયાના સીએમડી રાજીવ બંસલ સાથે બેઠક કરી હતી. મહાવિકાસ આઘાડી સરકાર રૂ. 1400 કરોડમાં ખરીદી કરવા ઈચ્છે છે જ્યારે એર ઈન્ડિયાને આ ઈમારતના રૂ. 2000 કરોડ જોઈએ છે એમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાની ઈમારત જે જમીન પર ઊભી છે એ જમીન રાજ્ય સરકારની માલિકીની છે અને એર ઈંડિયાએ ખર્ચ તરીકે રાજ્ય સરકારને રૂ. 400 કરોડ આપવાના છે.

તેથી આ સંપૂર્ણ કરાર પર રૂ. 2400 કરોડ ખર્ચ થશે. એર ઈન્ડિયાએ ઈમારતના વેચાણની બાબતે આગળ વધવું હોય તો તેણે મૂલ્યાંકનની નકલ આપવી એમ રાજ્ય સરકારે જણાવ્યું છએ. દરમિયાન ઈમારતના પ્રસ્તાવમાં વેચાણ બાબતે એર ઈન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક થઈ છે એમ કુંટેએ કબૂલ કર્યું હતું. અમે વિવિધ અને કાયદાકીય બાબતોની તપાસ કરી રહ્યા છીએ એમ ઉમેર્યું હતું. એર ઈન્ડિયાના સીએમડી બંસલે આ અંતર્ગત બેઠક છે એમ જણાવી પ્રતિક્રિયા આપી નહોતી.

2018માં એર ઈન્ડિયાને ખોટ થયા પછી કંપનીએ જમીન અને ઈમારતમાં ભાડુતહક વેચવાનો નિર્ણય લીધો હતો. એ પછી ભાજપ સરકારના સમયમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં જુદા જુદા ઠેકાણે આવેલા કાર્યાલયોને એક જ ઈમારતમાં લાવવા માટે આ ઈમારત ખરીદવામાં રસ દેખાડ્યો. આ 23 માળાની ઈમારત માટે રાજ્ય સરકારે રૂ. 1400 કરોડની બોલી લગાવી હતી. આ રકમ ઈમારતની અનામત કિંમત કરતા રૂ. 200 કરોડ ઓછી છે. દરમિયાન બજારભાવ અનુસાર આ ઈમારતની કિંમત રૂ. 2000 કરોડ હોવાનો દાવો એર ઈન્ડિયાએ કર્યો છે. સરકારની માલિકીના જેએનપીટી અને એલઆઈસીએ આ ઈમારત માટે અનુક્રમે રૂ. 1375 અને રૂ. 1200 કરોડની બોલી લગાવી છે.

અન્ય સમાચારો પણ છે...