• Gujarati News
  • Local
  • Mumbai
  • The Two Servants Together Paid Rs. 12 Lakh Cash Stolen, Burglary At Diamond Trader's House In Malabar Hill

ઉઠાંતરી:બે નોકરોએ મળીને રૂ. 12 લાખ રોકડની ઉઠાંતરી કરી, મલબાર હિલમાં હીરાના વેપારીના ઘરે ચોરીનો બનાવ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મલબાર હિલ ખાતે રહેતા પોતાના કુટુંબ સાથે રહેતા હીરાના વેપારી રોહન શાહ (50)ના ઘરમાંથી હીરા અને સોનાની વીંટી ચોરાઈ હતી. આ પ્રકરણે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઘરના બે નોકરોએ ભેગા મળીને ડુપ્લીકેટ ચાવીની મદદથી હાથ સાફ કર્યો હોવાની શંકા છે. મલબાર હિલ પોલીસ આ પ્રકરણે વધુ તપાસ કરી રહી છે.રોહન શાહનો બીકેસીમાં હીરાનો વ્યવસાય છે. તેમના ઘરમાં પ્રભુ કુમાર (21) ત્રણ વર્ષથી અને બજરંગી યાદવ (18) બે વર્ષથી કામ કરે છે. બંને બિહારના રહેવાસી છે. રોહન ધંધાની લેવડદેવડ પછી રોકમ રકમ ઘરમાં જ રાખે છે. ઘરના કબાટની બે ચાવી છે જેમાંથી એક પોતાની પાસે અને બીજી પત્ની પાસે રહે છે.

છેલ્લા એકાદ વર્ષથી પત્નીને મૂકવા આપલી રોકડમાંથી રૂપિયા ઓછા થયાનું રોહનને જણાયું હતું. પત્નીને આ વિશે પૂછતાં એ હંમેશા રૂપિયા કબાટમાં જ રાખે છે એમ જણાવ્યું હતું. ઘરના કબાટની ડુપ્લીકેટ ચાવી બનાવીને કોઈ રૂપિયા ચોરી કરે છે એવી શંકા ઉપજતા જ તેણે પત્નીને ધ્યાન રાખવા જણાવ્યું હતું. ૫ ડિસેમ્બરના પુત્રીની રૂ. 20,000ની સોનાની વીંટી મળતી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી કુલ રૂ. 12,00,000 સહિત સોનાની વીંટી ચોરી થયા બાદ રોહને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...