તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકનોલોજી:પરિવહન પોલીસના કાફલામાં વેરિયેબલ મેસેજિંગ સિસ્ટમ મશીનનો સમાવેશ થયો

મુંબઇ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અકસ્માત, કુદરતી આપત્તિ અથવા અન્ય કોઈ પણ નિમિત્તે વાહનવ્યવહારનો માર્ગ બંધ થાય તો નિયંત્રણ કક્ષમાંથી એક બટન દબાવતા જ માર્ગમાં ફેરફાર, વાહનોને મહત્ત્વની સૂચના આપતી અદ્યતન પોર્ટેબલ વીએમએસ (વેરિયેબલ મેસેજિંગ સિસ્ટમ) મશીન પરિવહન પોલીસના કાફલામાં દાખલ થયા છે.

ચોમાસામાં શહેરના અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જાય છે અને વાહનવ્યવહાર ખોરવાય છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પેડર રોડ ખાતે ભેકડ ધસી પડી હતી. આવી જ ઘટના કાંદીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બની હતી. તેથી આ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. કોઈ રસ્તો અચાનક ધસી પડતા મોટો ખાડો પડે છે. કેટલાક રસ્તાઓ પર મેટ્રોના કામ ચાલુ છે. તેથી રસ્તાની પહોળાઈ ઓછી થાય છે અને ટ્રાફિક જામ થાય છે.

ઈસ્ટર્ન ફ્રી વે, કોસ્ટલ રોડ પ્રમાણે મોટા પ્રમાણમાં રાહદારીઓની અવરજવરવાળા રસ્તા પર અથવા કોઈ ફ્લાયઓવર પર ઉતાવળમાં અકસ્માત થાય તો ટ્રાફિક જામ થાય છે. આવી પરિસ્થિતિમાં વાહનવ્યવહાર બરાબર કરવા પોલીસ માર્ગમાં ફેરફાર કરે છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ સૂચવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો