તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકજામનું સંકટ:લોકડાઉનમાં હળવાશથી મુંબઈમાં ટ્રાફિકજામનું સંકટ વધુ ઉગ્ર બન્યું

મુંબઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ટ્રેન ચાલુ નહીં થાય ત્યાં સુધી બસ સેવા વધારવા અનુરોધ કરાયો

કોરોનાનાં નિયંત્રણોમાં થોડી રાહત મળવાથી રોજના વ્યવહાર થોડાઘણા અંશે શરૂ થયા છે. આવા સંજોગોમાં હવે ટ્રાફિકજામનું સંકટ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. લોકલ ટ્રેનો બંધ હોવાથી બસ સેવાની ક્ષમતા વધારવાની માગણી નાગરિકો દ્વારા સોશિયલ મિડિયા પર જોર પકડી રહી છે.બોરીવલીથી ભાયંદર 37 કિલોમીટરનો પ્રવાસ થાય છે. સવારે અને સાંજે આ અંતર પાર કરવા માટે ત્રણ કલાક લાગે છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામં રોજ વધતો હોવાથી તે ટાળવા માટે ખાનગી વાહન કરતાં ખાનગી અને જાહેર બસ સેવા થકી વધુમાં વધુ પ્રવાસી વહન કરવાનું જરૂરી છે, એવો મત એન્જિનિયર વિશાલ ઉપાધ્યાયે ટ્વિટર પર વ્યક્ત કર્યો છે.

બોરીવલીથી દાદર, ભાયંદર, વસઈ, વિરાર માર્ગ પર હાઈવેથી હાઈવે બસ સેવા શરૂ કરવી જોઈએ. હાઈવેથી સ્ટેશન સુધી રિક્ષા- ટેક્સીનું નિયોજન હોવું જોઈએ એવાં મુંબઈગરાએ સૂચનો કર્યાં છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ખાસ કરીને સાયન વિસ્તારમાં વાહનોની લાંબી લાઈન લાગે છે. ઉપરાંત મુંબઈના અનેક વિસ્તારોમાં વિકાસકામો ચાલુ હોવાથી રસ્તાઓ પર ટ્રાફિકની ગતિ મંદ પડી છે. ટ્રાફિકજામનો ત્રાસ ટ્વીટર થકી અનેક પ્રવાસી વ્યક્ત કરી રહ્યા છે.

કોરોનાકાળમાં ગિરદી ટાળવા માટે નાગરિકો ટુ-વ્હીલર, ફોર-વ્હીલર વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. શહેરની વાહન સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ રસ્તા તેટલા જ છે. તેમાં વળી લોકલ ટ્રેનમાંથી પ્રવાસ કરનારા પ્રવાસીઓને રસ્તા પરથી પ્રવાસ કરવો પડી રહ્યો છે. અર્થાત, તેમાં જીવનજરૂરી સેવા આપનારા અપવાદ છે. આથી એકત્રિત ઉપાય કરીને ટ્રાફિરજામથી નાગરિકોનો છુટકારો કરવો જોઈએ, એવો મત ટ્રાફિક નિષ્ણાતોનો છે.

35,000 સ્કૂલ બસ કામે લગાવી શકાય
દરમિયાન કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી 35,000 સ્કૂલ બસ ધૂળ ખાઈ રહી છે. તેના માલિકો અને ચાલકોની રોજી બંધ થઈ ગઈ છે. જો આ બસો નજીવું શુલ્ક આકારીને પ્રવાસી પરિવહન માટે ઉપયોગ કરવામાં આવે તો નાગરિકોને દિલાસો મળી શકે છે. સ્કૂલ બસવાળાની રોજીનો પ્રશ્ન પણ મટી શકે છે. હાલમાં બસ સેવા ઓછી પડતી હોવાથી અનુકૂળ નિર્ણય લેવાય તો મોટે પાયે સ્કૂલ બસો પરિવહન માટે મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...