તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:નગરના ગામે કોરોનામુક્તિની બાબતમાં દાખલો બેસાડ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ગામમાં માત્ર એક જ દર્દી બચ્યો છે, જે 15 મેએ કોરોનામુક્ત થશે

નગરના આદર્શગાવ હિવરેબજારે કોરોનામુક્તિનો દાખલો બેસાડ્યો છે. વિવિધ ઉપાયયોજનાઓને કારણે આ ગામમાં હવે એક જ કોરોનાનો દર્દી બચ્યો છે, જે 15 મેએ કોરોનામુક્ત થઈ જતાં આ ગામમાં કેસની સંખ્યા શૂન્ય થઈ જશે.ગામમાં નવેસરથી સંક્રમણ નહીં થાય તે માટે પૂરતી કાળજી લેવામાં આવી રહી છે, એવી માહિતી આદર્શગાવ કાર્ય અને સંકલ્પ સમિતિના કાર્યાધ્યક્ષ પોપટરાવ પવારે આપી હતી.

હિવરે બજારમાં એપ્રિલ અને મે મહિનામાં 50 ગ્રામવાસીઓને કોરોના લાગુ થયો હતો. તેમાંથી 32 દર્દી ગામમાં જ હતા જ્યારે 18 દર્દી હિવરેબજારના જ રહેવાસી હતા, પરંતુ કામ નિમિત્તે બહારગામ રહેનારા હતા. તેમાંથી બે જણનાં મૃત્યુ થયાં હતાં.

જોકે પાંચ દર્દી ગંભીર હોવા છતાં સાજા થઈને પાછા આવ્યા. 25 દર્દી યશવંત કૃષિ ગ્રામ અને પાણલોટ વિકાસ સંસ્થાના હિવરેબજાર પ્રશિક્ષણ કેન્દ્રમાં આઈઝોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. 18 દર્દી પોતાના જ ઘરે ક્વોરન્ટાઈન થયા હતા. તે બધા સાજા થયા છે.

હાલમાં ફક્ત એક દર્દી નગરની સિવિલ હોસ્પિટલમાં ઉપચાર લઈ રહ્યો છે. 15 મેના રોજ તે પણ સાજો થશે. હવે ગામમાં નવેસરથી ચેપ નહીં લાગતાં ગામ કોરોનામુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ગ્રામપંચાયત હિવરેબજાર, કોરોના સમિતિ, પ્રાથમિક આરોગ્ય ઉપ- કેન્દ્ર, યશવંત કૃષિ ગ્રામ અને પાણલોટ સંસ્થા, ગ્રામજનો અને સ્વયંસેવકોની આગેવાનીથી આ કામ હાથમાં લેવામાં આવ્યું છે.

હાલમાં ખેતીનાં કામ ચાલી રહ્યાં હોવાથી ખેતીમાં કામ કરવા માટે બહારના કોંકણ, વિદર્ભ અને અન્ય ક્ષેત્રના લગભગ 300 ખેતમજૂરો કામ પર છે. તે બધાની સમયસર તપાસ અને ખેતીમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

પદ્મશ્રી પવારની મહેનત રંગ લાવી
પદ્મશ્રી પોપટરાવ પવાર રોજ ગામનાં 25 કુટુંબોની મુલાકાત લઈને ચર્ચા કરે છે. પ્રશિક્ષણ કેન્દ્રના ક્વોરન્ટાઈન સેન્ટરની મુલાકાત લે છે. હોસ્પિટલમાં દર્દીઓ સાથે ફોન પર બોલે છે. આથી દર્દીઓનું મનોબળ વધે છે અને મનનો ડર દૂર થાય છે. ગ્રામપંચાયતે ઓક્સિમીટર, હેન્ડ ગ્લવ્ઝ, આઈપેડ, સેનિટાઈઝર જેવી સુવિધા ઉપલબ્ધ કરવાથી

અન્ય સમાચારો પણ છે...