તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો ભય:ત્રીજી લહેરમાં 1 દિવસમાં મહત્તમ 1.36 લાખ દર્દીઓ થવાની શક્યતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજ્યમાં 60 લાખ નવા દર્દીઓ મળવાનો આરોગ્ય વિભાગનો અંદાજ

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તો કોરોનાના દર્દીઓના આંકડો 60 લાખ સુધી પહોંચી શકે છે. રાજ્યમાં મુંબઈ અને પુણેમાં સૌથી વધુ દર્દીઓની નોંધ થઈ શકે છે એવો અંદાજ સાર્વજનિક આરોગ્ય વિભાગે વ્યક્ત કર્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેરમાં 11 માર્ચના સૌથી વધુ 91,100 નવા કોરોના દર્દીઓનો આંકડો નોંધાયો હતો. ત્રીજી લહેરમાં આ આંકડો મુંબઈ માટે એક જ દિવસમાં 1,36,000 સુધી પહોંચી શકે છે. પુણેમાં 11 માર્ચના એક જ દિવસમાં 1,25,000 નવા દર્દીઓની નોંધ થઈ હતી. ત્રીજી લહેરમાં આ આંકડો દિવસના 1,87,000 સુધી પહોંચી શકે છે.

રાજ્યમાં પુણે અને મુંબઈમાં સૌથી વધુ દર્દીઓ મળે એવી શક્યતા છે. એના પર માત કરવા માટે સાર્વજનિક આરોગ્ય વિભાગે એના માટેની સર્વસમાવેશક રૂપરેખા તૈયાર કરવાની જરૂર છે અને એ દષ્ટિએ કામ ચાલુ છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈને ત્રીજી લહેરમાં 250 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી શકે છે. પુણેમાં 270 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી શકે છે. થાણેમાં 187, નાગપુરમાં 175, નાશિકમાં 114 મેટ્રીક ટન જરૂર પડી શકે છે.

કયા શહેરમાં શું અંદાજ?
મુંબઈમાં ત્રીજી લહેરનો અંદાજ વ્યક્ત કરતા એક દિવસમાં સૌથી વધુ દર્દીઓ નોંધાય એટલે કે મહત્તમ આંકડો 1,36,000 હોઈ શકે છે. એમાં 88,823 દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન, 47,928 દર્દીઓ હોસ્પિટલમાં અને 957 દર્દીઓને આઈસીયુ બેડની જરૂર પડી શકે છે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પુણેની બાબતમાં 1,21,000 દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન, 1314 દર્દીઓને આઈસીયુ બેડની જરૂર પડી શકે છે. થાણે જિલ્લામાં બીજી લહેરમાં દરરોજનો દર્દીઓ વધવાનો મહતમ આંકડો 86,732 પર પહોંચ્યો હતો.

ત્રીજી લહેરમાં આ આંકડો 1,30,000 સુધી પહોંચી શકે છે અને 911 જણને આઈસીયુ બેડની જરૂર પડી શકે છે. નાગપુરમાં દર્દીઓની સંખ્યા 80,000થી વધીને 1,21,000 જેટલી થઈ શકે છે. એમાં 850 જણને આઈસીયુ બેડની જરૂર પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...