તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાટ્યજગત માટે રાહતના સમાચાર:નાટ્યગૃહોમાં 5 નવેમ્બરથી ત્રીજી ઘંટડી ફરીથી રણકશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક ભાષાના નાટ્યજગત માટે રાહતના સમાચાર

રાજ્યમાં કોરોનાનો ફેલાવો ઓછો થયા પછી હોટેલ, બાર, રેસ્ટોરંટ્સ, મોલ્સ કેટલીક શરતો સાથે ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે થિયેટરો અને નાટ્યગૃહો શરૂ કરવાનો નિર્ણય હજી લેવામાં આવ્યો ન હોવાથી કલાકારો-કસબીઓમાં અસંતોષ હતો. જોકે હવે 50 ટકા મર્યાદા સાથે 5 નવેમ્બરથી નાટ્યગૃહો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે.

નાટ્યજગતના કેટલાક કલાકારોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. એ સમયે નાટ્યગૃહો શરૂ કરવાની માગણી કરવામાં આવી હતી. એ પછી મુખ્યમંત્રીએ 5 નવેમ્બરથી નાટ્યગૃહો શરૂ કરવા પરવાનગી આપી હતી. આ આદેશ સંબંધિત તમામ સરકારી અધિકારીઓ અને વિભાગોને તરત આપવામાં આવ્યો છે. કોરોના સંપૂર્ણપણે નાબૂદ થયો નથી.

ત્રીજી લહેરનું જોખમ છે. જો ગિરદી વધતી રહી તો ત્રીજી લહેર અપેક્ષા કરતા ઝટ આવશે એમ જણાવતા રાજ્યમાં ઓક્સિજનની અછત નિર્માણ થશે તો રાજ્યમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે એવો ઈશારો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ થોડા દિવસ પહેલાં આપ્યો હતો. મુંબઈ મહાપાલિકા અને મુંબઈ યુનિવર્સિટીએ નાના બાળકોનું કોવિડ સેંટર ઊભું કર્યું છે. એનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. એ સમયે મુખ્યમંત્રીએ આ ઈશારો આપ્યો હતો.

ઓક્સિજનના જથ્થામાં ઝાઝો વધારો થયો નથી. 700 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. આટલા મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડશે તો રાજ્યમાં કદાચ ફરીથી લોકડાઉન લાગુ કરવું પડશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...