તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બૃહન્મુંબઈ મહાપાલિકા ક્ષેત્રના નાગરિકોએ તેમનું પાણીના બિલની ચુકવણી બિલની તારીખથી એક મહિનામાં ચુકવવું ફરજિયાત છે. એક મહિનામાં રૂપિયા નહીં ચુકવે તો તેમના પર અતિરિક્ત ચાર્જ લગાડવામાં આવે છે. ઉપરાંત આ અતિરિક્ત ચાર્જ બાબતે પાણીના જોડાણધારકોને વિશેષ છૂટ આપવા અભય યોજના 2020 15 ફેબ્રુઆરી 2020થી શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાને નાગરિકોનો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. એમાં 31 ઓકટોબર 2020 સુધી 56,964 નાગરિકોએ આ યોજનાનો લાભ લીધો છે.
આ યોજના અંતર્ગત 31 ઓકટોબર સુધી રૂ. 138.19 કરોડ રૂપિયાની ચુકવણી મહાપાલિકાને કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહાપાલિકા દ્વારા રૂ. 30.55 કરોડની છૂટ આપવામાં આવી છે. આ યોજનાને મળતો સરસ પ્રતિસાદ જોતા હવે યોજનાને 31 ડિસેમ્બર 2020 સુધી મુદત વધારો આપવામાં આવ્યો છે. તેથી સંબંધિત નાગરિકોએ આ યોજનાનો લાભ લેવો એવી હાકલ બૃહન્મુંબઈ મહાપાલિકા વોટર એન્જિનિયરીંગ ખાતા તરફથી કરવામાં આવી છે.
બૃહન્મુંબઈ મહાપાલિકા દ્વારા પોતાના ક્ષેત્રમાં સવા કરોડ કરતા વધારે નાગરિકોને દરરોજ સરેરાશ 3850 મિલિયન લીટર પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળે એ માટે મહાપાલિકા રૂ. 3400 કરોડ કરતા વધુ રૂપિયાનો ખર્ચ કરે છે. એના માટે નાગરિકો તરફથી ચુકવવામાં આવતા બિલને યોગ્ય અને નિયોજનપૂર્વક તૈયાર કરવામાં આવે છે. આ બાબત ધ્યાનમાં લેતા પાણી પુરવઠો નિયમિત થાય એના માટે નાગરિકોએ પાણીના બિલની ચુકવણી બિલની તારીખથી એક મહિનામાં કરવી ફરજિયાત છે.નાગરિકોએ પાણીનો ચાર્જ, મળનિસરણ ચાર્જ અને પાણીનું ગણતરી ભાડાના બાકી ચુકવવાની રકમ એક સાથે ચુકવીને તેમ જ અભય યોજનાના સમયગાળામાં આપવામાં આવેલા તમામ બિલોની ચુકવણી 31 ડિસેમ્બર 2020 પહેલાં કરીને આ યોજનાનો લાભ લેવો એવી હાકલ કરવામાં આવી છે. આ યોજનાના વધુ માહિતી માટે પોતાના સંબંધિત વોર્ડ કાર્યાલય આસિસ્ટંટ એન્જિનિયર (વોટર વર્ક્સ)નો સંપર્ક સાધવો અને વધુમાં વધુ નાગરિકોએ આ યોજનાનો લાભ લેવો.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.