કુટુંબીઓ સાથે પુનઃમિલન:ખોટી બસમાં ચઢતાં કિશોરી જલગામ સુધી પહોંચી ગઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ- સંસ્થાઓની મદદથી 4 દિવસે ઘરે પહોંચી

પાલઘરમાં રહેતી એક કિશોરી ખોટી બસમાં ચઢી જતાં પાલઘરમાં પોતાના ઘરને બદલે ઉત્તર મહારાષ્ટ્રના જલગામમાં પહોંચી ગઈ હતી. પોલીસ અને અમુક સ્વયંસેવી સંસ્થાના સભ્યોની મદદથી ચાર દિવસ બાદ તેનું કુટુંબીઓ સાથે પુનઃમિલન થયું હતું. પાંચ દિવસ પૂર્વે પાલઘરના વસઈ તાલુકામાં માજીવલી ગામની રહેવાસી રૂપાની ફાસલે (15) પોતાનાં માતા- પિતા અને સંબંધીઓ સાથે થાણેના ભિવંડીમાં ઈંટભઠ્ઠીમાં કામ કરવા માટે ગઈ હતી. ઘરે પાછા આવતી વખતે તેણે ખોટી બસ પકડી લીધી હતી અને જલગામના પારોલામાં પહોંચી ગઈ હતી, એમ વસઈમાં માંડવી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

પારોલામાં પહોંચતાં તે ગભરાઈને આમતેમ આંટાફેરા મારતી હતી. તે બહુ બેચેન જણાતી હોવાથી અમુક સ્થાનિકોએ તેની પૂછપરછ કરી હતી. તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને વિશ્વાસ લઈને પૂછપરછ કરતાં તેણે ખોટી બસ પકડતાં અહીં આવી પહોંચી હોવાનું જણાવ્યું હતું. પોલીસે પછી તુરંત માંડવી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને તેના વિશે જાણકારી આપી હતી.

જેમણે કિશોરીના માતા - પિતાને શોધી કાઢ્યાં હતાં. તેમને પુત્રી વિશે જાણ કરતાં તેઓ પણ પુત્રી ગુમ હોવા બાબતે કશું જ જાણતાં નહોતાં, એમ પોલીસે જણાવ્યું હતું.જોકે તેમની પુત્રી સુરક્ષિત છે એવું જાણતાં તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. નાણાકીય તંગીને લીધે તેઓ જલગામમાં જઈને પુત્રીને પાછી લાવી શકે એમ નથી એવું તેમણે પોલીસને જણાવ્યું હતું. તે સમયે અમુક સ્વયંસેવી સંસ્થાના સ્વયંસેવકો આગળ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...