સર્વેક્ષણ રખડી પડ્યું:અતિજોખમી ઈમારતના સર્વેક્ષણનું કામ અડધું થયું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત ત્રીજા વર્ષે યાદી જાહેર થવામાં વિલંબ

ચોમાસા પહેલાં કરવામાં આવતું દક્ષિણ મુંબઈની ઉપકરપ્રાપ્ત ઈમારતોનું સર્વેક્ષણ આ વર્ષે પણ રખડી પડ્યું છે. આ કામ 15 મે સુધી પૂરું કરીને અતિજોખમકારક ઈમારતની યાદી જાહેર થવી અપેક્ષિત હતું. જો કે મ્હાડાના મુંબઈ ઈમારત રિપેરીંગ અને પુનર્રચના મંડળે અત્યાર સુધી સર્વેક્ષણનું ફક્ત 50 ટકા કામ પૂરું કર્યું છે. તેથી આ યાદી હવે મોડેથી જાહેર થવાના ચિહ્ન છે. દક્ષિણ મુંબઈમાં 14 હજાર 755 જૂની અને જર્જરિત થયેલા જોખમકારક ઉપકરપ્રાપ્ત ઈમારતો છે. આ ઈમારતના રિપેરીંગની જવાબદારી મંડળ પર છે.

આ ઈમારતોનો શક્ય એટલા વહેલાસર પુનર્વિકાસ થવો જરૂરી છે. જો કે નક્કર ધોરણ ન હોવાથી પુનર્વિકાસ રખડી પડ્યો છે. ચોમાસામાં આવી ઈમારત ધસી પડવાની ઘટનાઓ બને છે. આવી ઘટના અને જીવહાની ટાળવા દર વર્ષે ચોમાસા પહેલાં રિપેરીંગ મંડળ તરફથી આ ઈમારતોનું સર્વેક્ષણ કરીને અતિજોખમકારક ઈમારતની યાદી જાહેર કરવામાં આવે છે. આ ઈમારતના રહેવાસીઓને મ્હાડાના ટ્રાન્ઝિટ કેમ્પમાં ખસેડવામાં આવે છે અને ઈમારત ખાલી કરાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...