તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી એક વાર પ્રશાસનની ઢીલ:એમપીએસસીના ઈચ્છુક યુવાનની આત્મહત્યાથી રાજકારણમાં ખળભળાટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય નેતાનો પુત્ર આત્મહત્યા કરશે ત્યારે જાગશોઃ મૃતકની માતાએ પ્રશ્ન કર્યો

કોવિડ મહામારીને લીધે મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ એક્ઝામ (એમપીએસસી)નો આખરી ઈન્ટરવ્યુ નહીં થતાં ગમગીન બનેલા પુણેના હડપસર વિસ્તારના 24 વર્ષીય એમપીએસસીના ઈચ્છુકે આત્મહત્યા કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને પ્રશાસનની ઢીલ ફરી એક વાર બહાર આવી છે.સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ધારક સ્વપ્નિલ લોણકરે 2019ની એમપીએસસીની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાઓ પાસ કરી હતી અને આખરી ઈન્ટરવ્યુ માટે વાટ જોતો હતો.

તેણે 2020ની પ્રાથમિક પરીક્ષા પણ પાસ કરી હતી, એમ હડપસર પોલીસે રવિવારે જણાવ્યું હતું.તેણે 30 જૂને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે એક સુસાઈડ નોટ પણ છોડી હતી, જેમાં તેણે ઈન્ટરવ્યુ નહીં લેવાતાં નકારાત્મકતા ઘર કરી ગઈ છે અને ઉંમરબાધ ચૂકી જવાનો ખતરો હતો એવું લખ્યું છે. ઉપરાંત પોતે ગમગીન થઈ ગયો છે અને પરિવારને ઘણી બધી અપેક્ષાઓ છે એવી નોંધ પણ કરી છે, એમ સિનિયર પીઆઈ બાલકૃષ્ણ કદમે જણાવ્યું હતું.

દરમિયાન મૃતકની માતાએ જણાવ્યું હતું કે મારો દીકરો હોશિયાર હતો, પરંતુ બે વર્ષથી ઈન્ટરવ્યુ માટે કોઈ નિર્ણય નહીં લેવાતાં ગમગીન બની ગયો હતો. સરકાર હજુ કેટલા લોકોના ભોગ લેશે. રાજકીય નેતાનો પુત્ર આત્મહત્યા કરશે ત્યારે સરકાર જાગશે, એવી ટીકા પણ તેમણે કરી હતી. દરમિયાન વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ ઢીલ માટે સરકારની ટીકા કરી હતી અને ભવિષ્યમાં આવું નહીં થાય તે માટે ઉપાય પણ સૂચવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...