તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:મફત એસટી સેવાનો અચાનક નિર્ણય સ્થગિત થતાં ગડબડ, ઠેકઠેકાણે શ્રમિકો ઊમટી પડ્યા

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરેલ, મુંબઈ સેન્ટ્રલ, બોરીવલી સહિત ઠેકઠેકાણે શ્રમિકો ઊમટી પડ્યા હતા

શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા માટે સોમવારથી મફત એસટી સેવા શરૂ કરવાની ઘોષણા પરિવહન મંત્રી અનિલ પરબે બે દિવસ પૂર્વે કરી હોવાથી મોટી સંખ્યામાં પરેલ, મુંબઈ સેન્ટ્રલ, બોરીવલી સહિતના એસટી ડેપો પર શ્રમિકો ઊમટી પડ્યા હતા, પરંતુ તેમણે નિરાશ થઈને પાછા જવું પડ્યું હતું. સોમવારે અચાનક જ મદદ અને પુનર્વસન વિભાગ દ્વારા નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો હોવાનો પત્રક જારી કરાયો હતો. જોકે આ વાતથી અજાણ સેંકડો શ્રમિકો શહેરના વિવિધ એસટી ડેપો પર ભેગા થઈ ગયા હતા, પરંતુ તેમને નિરાશ થઈને પાછા જવું પડ્યું હતું.

ખાસ કરીને સરકારે મફત એસટી સેવાની ઘોષણા કરવાને લીધે વિવિધ ડેપો પર શ્રમિકોનો ધસારો
આ પછી અનિલ પરબે જણાવ્યું કે લોકોના મનમાં જબરદસ્ત ડર છે. રેડ ઝોનમાંથી અન્ય જિલ્લાઓમાં માણસોને મોકલો નહીં, કોરોના ફેલાવો નહીં એવી ફરિયાદી અમારી પાસે આવી છે. અમુક લોકોએ વિરોધ કર્યો છે, જેથી અમે તાત્કાલિક આંતરજિલ્લા એસટીનો નિર્ણય સ્થગિત કર્યો એવું કારણ તેમણે આપ્યું હતું. આ સાથે તેમણે આંતરજિલ્લા એસટી સેવાનો નિર્ણય તબક્કાવાર લઈશું, એમ તેમણે જણાવ્યું હતું. 
દરમિયાન વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને સરકારે મફત એસટી સેવાની ઘોષણા કરવાને લીધે વિવિધ ડેપો પર શ્રમિકોનો ધસારો થયો તે માટે તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો