હકારાત્મક પ્રતિસાદ:5 વર્ષથી પાણી માટે ટળવળતાં 800 કુટુંબની લડાઈ સફળ રહી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જળ સત્યાગ્રહ બાદ મહાપાલિકા પ્રશાસને હકારાત્મક પ્રતિસાદ આપ્યો

મુંબઈ મહાપાલિકા જળ જોડણી વિભાગના સર્વ માપદંડો પૂરા કરવા છતાં રાજકીય દબાણને લઈ છેલ્લાં પાંચ વર્ષથી સિદ્ધાર્થનગર ચાર બંગલો અંધેરીનાં 800 કુટુંબોને કાયદેસર પાણી નકારવાનું ધોરણ કે વેસ્ટ વોર્ડે કર્યું હતું અને ગરીબના મોઢાનું પાણી છીનવી લેવાનું કામ કરતા હતા. પાણી હક સમિતિની એકધારી લડત બાદ કુલ 80 જળ જોડાણની અરજીની તપાસ અને અન્ય આપૂર્તિ કરીને 36 જળ જોડાણ માટે મંજૂરી પત્ર આપવામાં આવ્યાં હતા. આ માટે મોટી જળ જોડણીની આપૂર્તિ પણ કરવામાં આવી. આને કારણે અરજદાર રહેવાસીઓને પોતાને કાયદેસર પાણી મળવાનું હોવાથી તેમની ખુશીનો કોઈ પાર નહોતો.

જોકે વચ્ચે જ કોઈક એવો અવરોધ આવ્યો કે સિદ્ધાર્થ નગરમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હોવા છતાં નહીં હોવાનું કારણ બતાવીને પાણીનો અધિકાર નકારવામાં આવ્યો હતો.છેલ્લાં અનેક વર્ષથી લડત ચલાવ્યા પછી અમારા હકનું પાણી દબાવી રાખનારા પ્રશાસનના કારભાર વિરુદ્ધ આખરે પાણી હક સમિતિની આગેવાનીમાં જળ અધિકાર સત્યાગ્રહ મહાપાલિકાના જળ જોડણી નજીક સિદ્ધાર્થ નગર અંધેરી ચાર બંગલો ખાતે કરવામાં આવ્યો હતો. આ સત્યાગ્રહ જાહેર કરવાને લીધે મહાપાલિકાના કારભારનું ઉદાસીન વલણ બહાર આવ્યું. છતાં પ્રશાસન સત્યાગ્રહ અગાઉ કોઈ પણ નક્કર નિર્ણય નહીં લેતાં ઉદાસીનતા બતાવી હતી.

આને કારણે સિદ્ધાર્થનગર ખાતેના રહેવાસીઓએ મુંબઈના રે રોડ, સાયન કોલીવાડા, ગૌતમનગર, જોગેશ્વરી, કુરાર વિલેજ, ગણપત પાટીલ નગર રોડ, ગોરેગાવ યુનિટ 32 ખાતેના રહેવાસીઓએ ટેકો આપીને પાણી હક સમિતિના નેતૃત્વ હેઠળ જળ સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લઈને પાણી અધિકારની માગણી બુલંદ બનાવી હતી.

તો ફરીથી જળ સત્યાગ્રહ
પ્રશાસન જો આશ્વાસન અનુસાર પંદર દિવસમાં જળ જોડણી નહીં આપે તો આગામી જળ સત્યાગ્રહ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે અને બાળકો સાથે મહાપાલિકા મુખ્યાલયમાં કમિશનરને ત્યાં પહોંચી જઈશું, એમ આંદોલનકારીઓ જયમતી, અનિતા ભગત, પ્રવીણ બોરકરે જણાવ્યું હતું. મર્જી સંઘટના, જનજાગૃતિ મંચ, હોમલેસ કલેક્ટિવ, પરછમ સંસ્થા તેમ જ રેડ રોડ, યુનિટ 32, ગૌતમ નગર જોગેશ્વરી, સાયન કોલીવાડા, કુરાર વિલેજ, દત્તાની પાર્ક, કાંદિવલીના સહયોગીઓએ આંદોલનને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...