તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ મહાપાલિકાનો નિર્ણય:મેનહોલમાં સીસી ટીવી મૂકીને પાઈપલાઈનોની મજબૂતી અને અંતરાયો તપાસવામાં આવશે

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાઈપલાઈનની બરાબર સ્થિતિ સમજાવાથી ઝડપથી કામ કરી શકાશે

ગયા વર્ષથી મુંબઈ મહાપાલિકાએ ચોમાસા પહેલાંના કામ અત્યાધુનિક ટેકનોલોજીથી કરવાનો નિર્ણય લીધો છે. એમાં મુંબઈ શહેર વિભાગમાં બ્રિટિશકાલીન મેનહોલ-પર્જન્ય પાઈપલાઈનમાં સીસી ટીવી મૂકીને મજબૂતી અને અંતરાય તપાસવામાં આવશે. આ ઓડિટ અહેવાલ અનુસાર જરૂરી રિપેરીંગ અને સફાઈના કામ કરવામાં આવશે. તેથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યાથી છૂટકારો મળશે.

મુંબઈ શહેર વિભાગમાં પ્રથમ વખત જ આવો ઉપક્રમ અમલમાં મૂકવામાં આવશે. ચોમાસા પહેલાંના કામમાં મેનહોલ અને નાળાસફાઈ સૌથી વધુ મહત્ત્વના હોવાથી મહાપાલિકા આ વર્ષે નોખો ઉપક્રમ અમલમાં મૂકી રહી છે. એમાં શહેર વિભાગમાં મેનહોલ-પર્જન્ય પાઈપલાઈનમાં જઈને સર્વેક્ષણ કરવા માટે પ્રથમ વખત સીસી ટીવીના માધ્યમથી ટોપો સર્વે કરવામાં આવી રહ્યું હોવાની માહિતી કાર્યવાહી એન્જિનિયર પ્રશાંત તાયશેટેએ આપી હતી. એના લીધે મેનહોલ, પર્જન્ય પાઈપલાઈનની સ્થિતિ સમજાવાથી ઝડપથી કામ કરવામાં આવશે. તેથી ચોમાસામાં પાણીનો નિકાલ થવામાં મદદ મળશે અને પાણી ભરાવાથી રહેવાસીઓ, પ્રવાસીઓ, નાગરિકો અને વાહનચાલકોને મોટી રાહત મળશે.

કામ આવી રીતે થશે
એક ક્રાઉલરના માધ્યમથી સીસી ટીવી મેનહોલમાં મૂકવામાં આવશે. આ સીસી ટીવી ઓટોમેટિક હશે અને સૂચના અનુસાર પાઈપલાઈનમાં આગળ સરકતો રહેશે. એમાંનો કેમેરો 360 ડિગ્રી અંશે ફરતો હશે જેનું લાઈવ રિલે બહારની સ્ક્રિન પર જોઈ શકાશે. એમાં પાઈપલાઈનની સ્થિતિ, મજબૂતી અને અંતરાયો સમજી શકાશે. આ કામમાં શહેરના તમામ મેનહોલની માહિતી એક ઠેકાણે ભેગી થશે. આ માહિતી મહાપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આ માહિતી એક ક્લિક પર સામાન્ય નાગરિકો પણ જોઈ શકશે.

બ્રિટિશકાલીન પાઈપલાઈનની સંખ્યા વધુ
મુંબઈ મહાપાલિકાના એકલા મુંબઈ શહેર વિભાગના 9 વોર્ડમાં 3750થી વધારે મેનહોલ છે. ઉપરાંત 582 કિલોમીટર પાઈપલાઈનોના જાળા છે. એમાં કેટલાક ઠેકાણે અત્યંત ગીચ જાળા છે. આ પાઈપલાઈનોમાં બ્રિટિશકાલીન પાઈપલાઈનોની સંખ્યા મોટી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો