તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દેશ:કોવિડ દરમિયાન રાજ્યમાં ગુનાની કોર્ટે વિગતો માગી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2168 કેદીઓને સમિતિની માર્ગદર્શિકા મુજબ જામીન

મુંબઈ હાઈ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને કોવિડ- 19 રોગચાળા દરમિયાન નોંધાયેલા તમામ એફઆઈઆર અને ધરપકડની વિગતો આપવા અને રાજ્યમાં હાલના ગુના દર અંગે કોર્ટને જાણ કરવા બુધવારે નિર્દેશ આપ્યો હતો. રાજ્યના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ કોર્ટને જણાવ્યું હતું કે રોગચાળા દરમિયાન જેલમાં કોવિડના કેસોને ધ્યાનમાં લેતાં પાત્ર કેદીઓને કટોકટી પેરોલ આપવા અંગેના રાજ્ય ઉચ્ચ સ્તરીય સમિતિના આદેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાજ્યની જેલો હજુ પણ ભીડભરી છે.

આ પછી કોર્ટે રાજ્ય સરકારને ગુના દરની વિગતો આપવા જણાવ્યું હતું.કુંભકોણીએ જણાવ્યું હતું કે નવી ધરપકડના કારણે જેલોમાં ભીડ ઓછી થતી નથી. તેમણે કહ્યું કે, કોર્ટના આદેશ બાદ 2168 કેદીઓને ઉચ્ચ સ્તરીય સમિતિની માર્ગદર્શિકા મુજબ રાજ્યની સાત જેલોમાંથી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કોર્ટના આદેશ બાદ કેદીઓ અને જેલ કર્મચારીઓ માટે રસીકરણ ઝુંબેશને વધુ તીવ્ર બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ -19 માટે વધુ કેદીઓની તપાસ કરવામાં આવી રહી છે અને હવે કેદીઓમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 114 પર આવી ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે ઈમરજન્સી પેરોલ માટે પાત્ર 26 કેદીઓએ હજુ સુધી વચગાળાની મુક્તિ માટે અરજી કરી નથી. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી. એસ. કુલકર્ણીની ખંડપીઠે બુધવારે કહ્યું કે, રાજ્યની જેલોમાં વધુ ભીડના મુદ્દા પર ધ્યાન આપવું પડશે. કોર્ટે કહ્યું કે જેલોમાં ભીડ વધી જાય છે કારણ કે પોલીસ ધરપકડ કરે છે.

અન્ય સમાચારો પણ છે...