તપાસ:દિશા સાલિયનના લિવ-ઈન પાર્ટનરનું નિવેદન મહત્ત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંતસિંહ રાજપૂત મોતના મામલામાં એક નવી જાણકારી બહાર આવી છે. મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનો જીવનસાથી બનવાનો હતો તે રોહન રાયને મુંબઈ લાવીને તેનું સીબીઆઈ નિવેદન નોંધી શકે તે માટે તેને સુરક્ષા આપવાની માગણી કરી છે. રાણેએ તેને સુશાંત અને દિશા સાલિયન વચ્ચેની મહત્ત્વની ‘કડી’ ગણાવી છે. દિશાના મૃત્યુ પછી રાય ગાયબ છે.

રોહન, એક ઊભરતો અભિનેતા અને દિશાનો લિવ-ઇન પાર્ટનર હતો અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાનાં હતાં. તે કર્ણાટકના મેન્ગલોરમાં છુપાયો હોવાનું કહેવાય છે. દિશાએ 8 જૂનના રોજ એક પાર્ટી દરમિયાન મલાડના માલવણી ખાતે રોહન રાયના એપાર્ટમેન્ટના 12મા માળેથી મોતની છલાંગ લગાવી હતી, જયારે 14 જૂને બાંદરામાં કાર્ટર રોડ સ્થિત માઉન્ટ બ્લાન્ક બિલ્ડિંગમાં ભાડા પર લીધેલા ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં સુશાંત મૃતાવસ્થામાં મળી આવ્યો હતો. નિતેશે દાવો કર્યો છે કે, રોહનની ક્યારેય મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી નથી. રોહનને સલામતી પૂરી પાડવા ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરતાં કહ્યું કે, સીબીઆઈ સમક્ષ તેનું નિવેદન સુશાંતના પ્રકરણમાં ચાલી રહેલી તપાસમાં બંનેના મોત સાથે જોડાયેલી એક મહત્ત્વની નિર્ણાયક કડી રહેશે. મારી દઢ માન્યતા છે કે, દિશા અને સુશાંતનાં મૃત્યુની કડી એકબીજા સાથે જોડાયેલી છે.

રાણેના કહેવા મુજબ, દિશા મકાનમાંથી પડી ત્યારે રોહન ઘરમાં હાજર હતો પરંતુ તે 20 થી 25 મિનિટ પછી જ ઘરમાંથી નીચે ગયો હતો, જે શંકાસ્પદ વર્તન તરફ નિર્દેશ કરે છે. રોહન ત્યાર બાદ મુંબઇથી ભાગી ગયો છે અથવા કોઈ તપાસ નહીં થાય તે માટે મુંબઈ છોડવાનું કહેવામાં આવ્યું હશે. હું માનું છું કે કેસની તપાસ ચાલી રહી હોવાથી તે મુંબઇ પાછો ફરવા ડરી રહ્યો છે. તેની પર પ્રભાવશાળી લોકોનું દબાણ હોઈ શકે છે. જો તેને સુરક્ષા આપવામાં આવે અને તેનું નિવેદન સીબીઆઇ સમક્ષ નોંધવામાં આવે તો ઘણાં ચોંકાવનારાં તથ્યો બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...