ગંભીર સ્થિતિ:મુંબઈની ઝૂંપડપટ્ટીઓની સ્થિતિ ચિંતાજનકઃ માનવાધિકાર પંચ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર અને રાજ્ય સરકારને પણ નોટિસો જારી કરી જવાબ માગવામાં આવ્યો

મુંબઈમાં ઝૂંપડાવાસીઓની રહેવાની સ્થિતિ ગંભીર છે, એવી ચિંતા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી) દ્વારા મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયને નોટિસો મોકલીને જવાબ મગાવ્યો છે. આ અંગે પંચને મળેલી ફરિયાદ પરથી આ નોટિસો જારી કરવામાં આવી છે.પંચની નોટિસના જવાબમાં રાજ્ય સરકારે તેના ચીફ સેક્રેટરી થકી કહ્યું છે કે પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેર) હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે ઝૂંપડાવાસીઓ માટે ઘર પૂરાં પાડવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને યોજનાઓ ઘડવામાં આવી છે. જોકે ભંડોળના અભાવે આ યોજનાઓ પૂરી થતી નથી.

બીજી બાજુ કેન્દ્રએ જવાબમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં તેનાં 2.24 લાખ ઘરોમાંથી બે લાખને એકલા મુંબઈ માટે મંજૂરી આપી છે, જેમાંથી 58,225ની ફાળવણી થઈ ચૂકી છે. 3 ડિસેમ્બર, 2021ના રોજ સંદેશવ્યવહારમાં મંત્રાલયે જણાવ્યું છે કે જમીન અને વસાહતીકરણ રાજ્યનો વિષય છે અને કેન્દ્ર ઘરની જરૂરતોને પહોંચી વળવા માટે રાજ્યના પ્રયાસોને મજબૂત બનાવી રહ્યું છે. દરમિયાન પંચે મંત્રાલયને સેક્રેટરીને ચાર સપ્તાહમાં વ્યાપક રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું છે.

સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)ના સીઈઓ સતીશ લોખંડેને જણાવ્યું હતું કે ઝૂંપડાવાસીઓની મૂળભૂત જરૂરતોની મહાપાલિકા અને મ્હાડાનું મુંબઈ ઝૂંપડાં સુધારણા મંડળ દ્વારા ધ્યાન રખાશે.તેમણે જણાવ્યું કે હાઉસિંગ વિભાગ, ઝૂંપડાં સુધારણા મંડળ અને વિધાનસભ્ય ભંડોળમાંથી ભંડોળ ટોઈલેટ્સ, પાણી, સારા રસ્તાઓ અને વીજ માટે ઉપયોગ કરાશે.

એસઆરએનું કામ મહત્ત્વપૂર્ણ
એસઆરએનું કામ આ જાહેર ઝૂંપડાંઓના ક્લસ્ટર્સમાં હાઉસિંગ યોજનાઓનો અમલ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે, એમ લોખંડેએ જણાવ્યું હતું. અમારા કાર્યાલયે ફક્ત એક વર્ષમાં 1.5 લાખ ઘરોને મંજૂરી આપી છે અને હેતુનો પત્ર જારી કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક રીતે એસઆરએના ઈતિહાસમાં છેલ્લાં 25 વર્ષમાં ફક્ત બે લાખ ઘર અપાયાં છે. અમે આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...