તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:રાજ્યમાં આગામી પાંચ દિવસ મૂશળધાર વરસાદની આગાહી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક જિલ્લાઓમાં ઓરેંજ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યમાં ફરીથી વરસાદે ઈનિંગ શરૂ કરી છે. વિદર્ભમાં છેલ્લા આઠથી દસ દિવસથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આગામી 48 કલાકમાં ઉત્તર મધ્ય બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થવાની શક્યતા છે. તેથી આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં ઘણા ઠેકાણે વીજળીના ગડગડાટ સહિત મૂશળધારથી અતિમૂશળધાર વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. અંતિમ દિવસોમાં સૌથી વધુ વરસાદ મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં થશે.

કોકણના રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કેટલાક ઠેકાણે મૂશળધારથી અતિમૂશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

6 સપ્ટેમ્બરના રાયગડ, રત્નાગિરી, લાતુર, પરભણી, નાંદેડ, હિંગોલી જિલ્લાઓને ઓરેંજ એલર્ટ, 7 સપ્ટેમ્બરના મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ, રત્નાગિરી, સિંધુદુર્ગ, કોલ્હાપુર, સાતારા, પુણે, નાશિક, ઔરંગાબાદ, જાલના જિલ્લાઓને ઓરેંજ એલર્ટ, 8 સપ્ટેમ્બરના પાલઘર, રાયગડ, રત્નાગિરી, સાતારા, પુણે જિલ્લાઓને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. કોકણ કિનારાપટ્ટી નજીકના માછીમારોને સાવચેત રહેવાનો ઈશારો આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...