તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રાજ્ય માનવી હક આયોગ પાસે 21014 પ્રકરણો પડતર છે

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ સભ્યોના આયોગમાં બે પદ છેલ્લા બે વર્ષથી ખાલી

રાજ્ય માનવી હક આયોગમાં હાલની સ્થિતિમાં 21000 પ્રકરણો વિલંબિત છે અને દર વર્ષે આ સંખ્યા વધી રહી છે. ત્રણ સભ્યોના આયોગમાં બે પદ છેલ્લા બે વર્ષથી ખાલી હોવા છતાં એ હજી ભરવામાં આવ્યા ન હોવાથી વિલંબિત પ્રકરણોની સંખ્યા વધી રહી છે. તેથી સામાન્ય નાગરિકોએ ન્યાય માટે હજી રાહ જોવી પડશે. માનવાધિકારના ઉલ્લંઘન થવા પ્રકરણે સરકારી કર્મચારીઓ વિરુદ્ધની ફરિયાદો આયોગ પાસે રજૂ થતી હોય છે. એ સાથે જ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, બાળકો, કામદાર, અનુસૂચિત જાતિ-જમાતિના નાગરિકો આયોગ પાસે દાદ માગે છે.

બાળમજૂરી, જાતીય અત્યાચાર, બાળવિવાહ, ગરીબી, કુપોષણ, સામાજિક ન્યાય, પર્યાવરણની હાની, ભ્રષ્ટાચાર, ભેદભાવ, કસ્ટડીમાં મૃત્યુ જેવા મહત્ત્વના વિષયો પર અરજી આયોગ પાસે દાખલ કરવામાં આવે છે. અન્ય સરકારી યંત્રણાઓ પાસેથી ન્યાય મળવો દુષ્કર થયા પછી સામાન્ય નાગરિકો ન્યાય માટે માનવી હક આયોગના દરવાજા ખખડાવે છે. આયોગને કારણે અનેક લોકોને ઝડપી ન્યાય મળ્યો છે.

કોરોનાના સમયમાં સખત લોકડાઉન હોવા છતાં ઈમેઈલ, વેબસાઈટ અને પોસ્ટ દ્વારા આયોગ પાસે ફરિયાદોનો ધોધ ચાલુ હતો. તેમ જ આયોગે સંબંધિત યંત્રણાઓને સમયે સમયે માનવાધિકારનું રક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. જો કે હાલની સ્થિતિમાં આયોગના સભ્ય અને કર્મચારીઓના પદ મોટા પ્રમાણમાં ખાલી હોવાથી પ્રકરણોનો ઉકેલ ઝટ થતો ન હોવાનું ચિત્ર છે.

ઝડપથી ચુકાદો થતો નથી
અત્યારે ખાલી રહેલી એક ખંડપીઠ સમક્ષ 9094 કેસ વિલંબિત છે. અધ્યક્ષ પદ ખાલી છે એ ખંડપીઠ સમક્ષ 7031 કેસ વિલંબિત છે. આયોગ પાસે દર વર્ષે લગભગ 5000 થી 6000 નવી અરજી દાખલ થાય છે. આયોગે 2016ના એક વર્ષમાં 9668 અરજીઓનો ઉકેલ લાવ્યો હતો. એ વર્ષના અંત સુધી 16,157 અરજી વિલંબિત હતી. 2017માં આયોગમાં નવી 4585 અરજી દાખલ થઈ હતી. એ વર્ષે આયોગે 5187 અરજીનો ચુકાદો આપ્યો હતો.

એટલે વિલંબિત અરજીમાં થોડો ઘટાડો થતા વર્ષના અંતે 15,555 અરજી રહી હતી. જો કે એ પછી દર વર્ષે વિલંબિત અરજીઓની સંખ્યા વધતી રહી. આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંત સુધી 21,014 અરજીઓ વિલંબિત છે. લોકડાઉનમાં 3763 અરજીઓ મળી છે.

અન્ય સમાચારો પણ છે...