નિર્ણય:ખાડા વિનાના રસ્તાઓ માટે રાજ્ય સરકાર રૂ.100 કરોડ ખર્ચ કરશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં જુદા જુદા હાઈવેના 1115 કિમી લાંબા રસ્તાઓ પર ખાડા

રાજ્યમાં જુદા જુદા હાઈવે પર 1115 કિમી લાંબા રસ્તાઓ પર ખાડા પડ્યા છે. એમાંથી 488 કિમી લાંબા રસ્તાઓ ખાડા વિનાના કરવામાં આવ્યા છે. બાકીના 667 કિમી લાંબા રસ્તાઓ પર ખાડા બુઝાવવાનું કામ 15 ઓકટોબર સુધી પૂરું થશે. આ રસ્તાઓના હંગામી રિપેરીંગ માટે રૂ. 52 કરોડ અને કાયમીસ્વરૂપી રિપેરીંગ માટે રૂ. 47.59 કરોડ એમ કુલ રૂ. 99 કરોડ 64 લાખ રૂપિયા ખર્ચ કરવાની રાજ્ય સરકારની મહત્ત્વકાંક્ષી યોજના હોવાનું રાજ્યના સાર્વજનિક બાંધકામ વિભાગના સચિવ અનિલ ગાયકવાડે જણાવ્યું હતું.

રાજ્યની રાષ્ટ્રીય અને રાજ્ય હાઈવે પરના ખાડાઓનું રિપેરીંગ અને ઉપાયયોજનાઓનો કયાસ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં લીધો હતો. રસ્તાઓના રિપેરીંગ માટે ભંડોળની કમી નહીં પડે એવી ખાતરી તેમણે આપી હતી. આ પહેલાં સાર્વજનિક બાંધકામ વિભાગના અપર મુખ્ય સચિવ મનોજ સૌનિકે બેઠક લઈને 15 ઓકટોબર પહેલાં તમામ હાઈવે પરના ખાડા ડામરમિશ્રિત ખડીથી ભરવાનો નિર્દેશ આપ્યો છે. આ પાર્શ્વભૂમિ પર સચિવ (બાંધકામ) અનિલ ગાયકવાડે રાજ્યના હાઈવે રસ્તાઓના રિપેરીંગ પર થનારો ખર્ચ અને ભવિષ્યની યોજનાઓ, કોન્ટ્રેક્ટર પર કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપી હતી. અત્યારે મુંબઈ-ગોવા અને મુંબઈ-નાશિક હાઈવે પર અતિવૃષ્ટિના કારણે મોટા પ્રમાણમાં ખાડાઓ પડ્યા છે.

18 હજાર કિમીના રસ્તાઓ
રાજ્યમાં કુલ 97 નેશનલ હાઈવે છે જેમની લંબાઈ 18,331 કિલોમીટર છે. એમાંથી 6660 કિમી લાંબા રસ્તા ભારતીય રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પ્રાધિકરણ પાસે, 8580 કિમી લાંબા રસ્તા નેશનલ હાઈવેના મુખ્ય એન્જિનિયર પાસે, 2022 કિમી લાંબા રસ્તા મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળના અખત્યાર હેઠળ અને 792 કિમી લાંબા રસ્તાઓ રાજ્ય સરકારે બાંધો, વાપરો અને હસ્તાંતરિત કરોના ધોરણે બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...