તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈગરાઓમાં આક્રોશ:રાજ્ય સરકારે પ્રવાસીઓની અવગણના ન કરવી જોઈએ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકલમા બંધીના કારણે મુંબઈગરાઓમાં આક્રોશ

કોરોના સમયમાં સરકારી આવક વધારવા માટે પેટ્રોલ-ડીઝલ પર ઘણો કર લગાડવામાં આવ્યો છે. ઈંધણનું વેચાણ થાય એ માટે લેવલ 1માં આવેલા મુંબઈ પર લેવલ 3ના પ્રતિબંધો યથાવત રાખવાથી સામાન્ય લોકોના ટ્રેનમાં પ્રવાસ પર બંધી છે. મહાપાલિકા અને રાજ્ય સરકારે સામાન્ય પ્રવાસીઓની અવગણના કરવાનું બંધ કરીને તત્કાળ લોકલમાં પ્રવાસની છૂટ આપવાનો નિર્ણય લેવો એવો સૂર સામાન્ય મુંબઈગરાઓમાં ઉમટી રહ્યો છે.

રાજકીય ઉદઘાટનો, બેઠકો ગિરદી સાથે પાર પડે છે. તો પછી સામાન્ય મુંબઈગરાઓના સસ્તા પ્રવાસનું સાધન એવી મુંબઈ લોકલમાં ગિરદીનું ધોરણ શા માટે મૂકવામાં આવે છે? સંપૂર્ણ રાજ્યમાં લેવલ મુજબ પ્રતિબંધો હળવા કરવાનું ચાલુ છે. તો પછી મુંબઈ લોકલ બાબતે જુદો વ્યવહાર શા માટે? ખરેખર ગિરદીનો ડર છે કે બીજો કોઈ ડર છે? એવા પ્રશ્નો આ નિમિત્તે ઉપસ્થિત થઈ રહ્યા છે. મુંબઈ લોકલમાં પ્રવાસ શરૂ થયા વિના રોજિંદો વ્યવહાર પૂર્ણ ક્ષમતાથી ચાલુ થઈ શકતો નથી એ જાણવા છતાં લોકલ પર બંધી રાખવી એ રાજકીય ષડયંત્ર હોવાનું રેલવે પ્રવાસી મહાસંઘનું જણાવવું છે.

સૌથી શ્રીમંત મહાપાલિકા એવી મુંબઈ મહાપાલિકા સહિત અન્ય મહાપાલિકાની ચૂંટણીઓ પર નજર છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલુ કોરોનાના સમયને લીધે સેંકડો કરોડ રૂપિયાની આવક ડૂબી ગઈ છે. તેલ કંપનીઓ તરફથી આગામી ચૂંટણી માટે પક્ષને ભંડોળ મળે એ માટે આ બધું થઈ રહ્યુ છે કે શું? એવી શંકા પ્રવાસીઓને થઈ રહી છે. કાર્યાલયો અને આસ્થાપનાઓ ચાલુ થયા પણ નોકરિયાતોને કામ પર પહોંચવા માટે સસ્તા પરિવહનની વ્યવસ્થા ઉપલબ્ધ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...