તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આર્થિક સ્થિતિ નબળી થવાથી રાજ્ય સરકારે આર્થિક બંધીઓ લાદી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા વિભાગો માટે જરૂરી વસ્તુઓ, સામગ્રીની ખરીદી બંધ

કોરોનાના રોગચાળાનો સામનો કરવા માટે લોકડાઉન અને અન્ય કઠોર બંધીઓ લાગુ કરી હોવાથી રાજ્યની આર્થિક સ્થિતિ નબળી પડવાથી રાજ્ય સરકારે ફરીથી આર્થિક બંધીઓ લાગુ કરી છે. રાજ્યય સરકારના તમામ વિભાગોને 2021-22ના બજેટમાં જોગવાઈ કરેલ રકમમાંથી ફક્ત 60 ટકા ભંડોળ જ વાપરવાની મર્યાદા મૂકવામાં આવી છે. આ ખર્ચ ફક્ત અત્યાવશ્યક બાબતે માટેનો છે.

રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો માટે જરૂરી વસ્તુઓ, સામગ્રીની ખરીદી પર બંધી મૂકવામાં આવી છે. જાહેરાતોના ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો છે. નાણાં વિભાગની માન્યતાથી જ નોકરભરતી કરી શકાશે. ખર્ચ પર નિયંત્રણ મૂકીને આર્થિક સ્થિતિ સુધારવા સંબંધી સરકારી આદેશ નાણાં વિભાગે જારી કર્યો છે.

કોરોનાના ફેલાવાના કારણે 2021-22ના આર્થિક વર્ષમાં કર અને કર ઉપરાંતની આવકમાં અપેક્ષિત મહેસૂલમાં ઘટાડો અને એની રાજ્યની નાણાકીય વ્યવસ્થા પર થનારી અસરને ધ્યાનમાં રાખીને આર્થિક કરકસરની ઉપાયયોજના અમલમાં મૂકવાની સૂચના તમામ પ્રશાસકીય વિભાગોને આપવામાં આવી છે.

ચાલુ આર્થિક વર્ષમાં પણ કોરોનાની પરિસ્થિતિ હોવાથી સરકારે ખર્ચમાં નિયંત્રણ રાખીને સામાન્ય નાગરિકોને મદદ કરવી, એ સાથે અર્થવ્યવસ્થાને ઉતેજન આપવાનો રાજ્ય સરકાર સમક્ષ પડકાર હોવાથી આર્થિક સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે ખર્ચનું આયોજન કરવું જરૂરી છે એમ તેમાં જણાવવામાં આવ્યું છે. વિભાગોને વિવિધ યોજનાઓ માટે 2021-22ના બજેટની જોગવાઈ મુજબના ભંડોળમાંથી ફક્ત 60 ટકા રૂપિયા જ મળશે. એ અનુસાર ખર્ચનું નિયોજન કરવાનું છે.

મેડિકલ ખર્ચને છૂટ
અગ્રતાક્રમ ન હોય એવા વિભાગોના ખરીદીના પ્રસ્તાવોને સરકારી માન્યતા આપવામાં નહીં આવે અથવા સરકારી માન્યતા મળી હોય છતાં ટેંડર જાહેર કરવા મનાઈ ફરમાવવામાં આવી છે ફક્ત દવાઓ, અત્યાવશ્યક મેડિકલ ઉપકરણો અને એનો પુરવઠો વગેરે ખરીદી માટે ખર્ચ કરવા છૂટ આપવામાં આવી છે. તેમ જ આ પ્રતિબંધો વિધાનસભ્ય સ્થાનિક વિકાસ કાર્યક્રમ અને જિલ્લા વાર્ષિક યોજના અંતર્ગત ખરીદી કરવા લાગુ પડતા નથી એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...