કામગીરી:ખર્ચા કાઢવા માટે રાજ્ય સરકાર રૂ. 3500 કરોડના બોન્ડ્સનું વેચાણ કરશે

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના લોકડાઉનને કારણે રાજ્યની આવક ઓછી થઈ હોવાથી ખર્ચા કેવી રીતે કાઢવા એની અસંમજસમાં રહેલી રાજ્ય સરકારે બોન્ડ્સનો આશરો લીધો છે. ટૂંકી અને લાંબી મુદતના બોન્ડ્સના વેચાણથી રૂ.3500 કરોડ ઊભા કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ રૂપિયા વિકાસકામો પર ખર્ચ કરવામાં આવશે. લોકડાઉનના કારણે ઉદ્યોગ-વ્યવસાય ઠપ્પ થયા હોવાથી આર્થિક ટર્નઓવરનું ચક્ર થોભી ગયું. તેથી રાજ્ય સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત એટલે જીએસટી દ્વારા મહેસૂલ ઓછું થયું.

કાયદા પ્રમાણે એનું વળતર કેન્દ્ર સરકારે આપવાનું હોય છે. પણ આ નુકસાન વળતર પેટે કેન્દ્ર સરકાર તરફથી મહારાષ્ટ્રને જુલાઈ 2020 સુધી રૂ. 22,534 કરોડ રૂપિયા લેણાં નીકળતા હોવા બાબતે ઉપમુખ્ય મંત્રી અને નાણાં મંત્રી અજિત પવારે જીએસટી પરિષદમાં ચિંતા વ્યક્ત કરી હતી. હવે સપ્ટેમ્બર પૂરો થવા આવ્યો છે છતાં મહેસૂલ જોઈએ એવું મળતું નથી. તેથી રાજ્યની તિજોરી પર તાણ વધી રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી લેણાંની રકમ વધી રહી છે અને સરકારના વિવિધ કામો માટે રૂપિયા ક્યાંથી લાવવા એ મોટો પ્રશ્ન સરકાર સમક્ષ છે. થોડા પ્રમાણમાં ભંડોળની જોગવાઈ કરવા માટે સરકારે બોન્ડ્સ વેચવાનું નક્કી કર્યું છે. કુલ રૂ 3500 કરોડના બોન્ડ્સનું વેચાણ કરવામાં આવશે. રૂ. 1500 કરોડના બોન્ડ્સ બે વર્ષના સમયગાળા માટે હશે. એના પર 4.45 ટકા વ્યાજ હશે એમ અધિસૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બીજા રૂ. 1000 કરોડ આઠ વર્ષના સમયગાળા માટે હશે જેના પર 6.44 ટકા વ્યાજ હશે.

અન્ય સમાચારો પણ છે...