કોરોનાવાઈરસ:રાજ્ય સરકારે કેન્દ્ર પાસે દૂરદર્શન અને આકાશવાણીનો સમય આપવાની માગણી કરી

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના ડરનો ઓછાયો હજી ઓછો થયો નથી. સંસર્ગજન્ય રોગ હોવાથી રાજ્ય સરકાર દ્વારા ગિરદી ટાળીને વ્યવહાર સરળતાથી ચાલુ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. તેથી સ્કૂલો શરૂ થશે કે નહીં એવો પ્રશ્ન કેટલાક દિવસોથી ચર્ચાઈ રહ્યો હતો. આખરે રાજ્ય સરકારે ક્લાસ લીધા વિના સ્કૂલો શરૂ કરવાની દિશામાં પગલાં ભરવાના શરૂ કર્યા છે. આગામી શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને ટીવી અને રેડિયો પરથી શિક્ષણના પાઠ ભણાવવામાં આવશે. એના માટે રાજ્ય સરકારે દૂરદર્શનના ૧૨ કલાક અને રેડિયોનો ૨ કલાકનો સમય આપવાની માગણી કેન્દ્ર સરકાર પાસે કરી છે.

સારી ઈંટરનેટ સુવિધા પણ જરૂરી છે. એના માટે ખર્ચ કરવો પડશે

રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ સંદર્ભનો પત્ર મોકલાવ્યો છે. રાજ્ય શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ પરિષદે ડિજિટલ શિક્ષણના દષ્ટિકોણથી પ્રાથમિકથી માધ્યમિક વર્ગો માટે એક હજારથી વધારે કલાકોની ડિજિટલ શિક્ષણ સામગ્રી ભેગી કરી છે. તેથી આગામી શૈક્ષણિક વર્ષમાં દૂરદર્શનની બે ચેનલ પરથી દરરોજ ૧૨ કલાક અને ઓલ ઈંડિયા રેડિયો પરથી ૨ કલાક શૈક્ષણિક અભ્યાસક્રમનું પ્રસારણ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે એમ ગાયકવાડે પત્રમાં જણાવ્યું છે. દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવશે તો ગામડાઓના બાળકો પણ શિક્ષણ લઈ શકશે. તેમના માટે આ વધુ સગવડભર્યું છે. ઓનલાઈન વર્ગ લેવા માટે સ્માર્ટફોન કે સ્પેશિયલ ટેકનોલોજી હોવી જરૂરી છે. એ સાથે જ સારી ઈંટરનેટ સુવિધા પણ જરૂરી છે. એના માટે ખર્ચ કરવો પડશે.

નિષ્ણાતોની મદદથી આ બાબતે નિર્ણય થશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું

ગ્રામીણ અને આદિવાસી ભાગોના વિદ્યાર્થીઓ ગરીબ ઘરમાંથી આવે છે. તેથી તેમના માટે આ બાબતો અશક્ય છે. તેથી દરેક વિદ્યાર્થીનું શિક્ષણ કોઈ પણ અવરોધ વિના ચાલુ રહે એવો સરકારનો વિચાર છે એમ ગાયકવાડે જણાવ્યું હતું.

સ્કૂલો શરૂ કરવી મુશ્કેલઃ મુખ્યમંત્રી ૧૫ જૂનથી સ્કૂલો શરૂ કરવી મુશ્કેલ હોવાનું મુખ્યમંત્રીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. બાળકોના શિક્ષણનો વિષય પણ મહત્ત્વનો છે આમ તો દર વર્ષે ૧૫ જૂનના સ્કૂલો શરૂ થાય છે પણ હાલના સંજોગોમાં મુશ્કેલ લાગે છે. સ્કૂલો શરૂ થવી અશક્ય છે છતાં ૧૫ જૂનથી બાળકોનું શિક્ષણ શરૂ થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. ઓનલાઈન શિક્ષણ, મોબાઈલનો ઉપયોગ, એકાદ ચેનલ શરૂ કરવી જેવા વિવિધ વિકલ્પો પર વિચાર ચાલુ છે. ગ્રામીણ ભાગોમાં ટેકનોલોજીની અપૂરતી સગવડો હોવાથી કેવી રીતે શિક્ષણ પહોંચાડી શકાય એનો વિચાર ચાલુ છે. ડોકટર રઘુનાથ માશેલકર જેવા નિષ્ણાતોની મદદથી આ બાબતે નિર્ણય થશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...