તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની તિજોરી તળિયાઝાટક:રાજ્યની તિજોરી તળિયાઝાટક છતાં પ્રસિદ્ધિ માટે રૂ. 155 કરોડનો ધુમાડો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરટીઆઈ હેઠળ 16 મહિનામાં સરકારે કરેલા ખર્ચની માહિતી બહાર આવી

રાજ્ય પર કોરોનાનું સંકટ આવતાં સરકારની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ છે, જેને કારણે રાજ્ય સરકારે કરકસરનું ધોરણ અપનાવ્યું છે. જોકે મહાવિકાસ આઘાડી સરકારે છેલ્લા 16 મહિનામાં પ્રસિદ્ધિ પાછળ રૂ. 155 કરોડ ખર્ચી નાખ્યા છે. આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલી દ્વારા માહિતી અને જનસંપર્ક મહાસંચાલનાલય પાસેથી માહિતી અધિકારમાં પ્રસિદ્ધિ પર ખર્ચ બાબતે માહિતી માગી હતી. મહાસંચાલનાલયે આપેલી માહિતી અનુસાર રૂ. 155 કરોડનો ખર્ચ કર્યાનું સામે આવ્યું છે.

આ ખર્ચમાં લગભગ રૂ. 5.99 કરોડ સોશિયલ મિડિયા પર ખર્ચ કરાયા છે. દરેક મહિને પ્રસિદ્ધિ માટે ઠાકરે સરકાર રૂ. 9.6 કરોડ ખર્ચ કરે છે.ગલગલીએ સરકારની સ્થાપનાથી આજ સુધી પ્રસિદ્ધિ ઝુંબેશ પર કરવામાં આવેલા વિવિધ ખર્ચની માહિતી માગી હતી. તેમને 11 ડિસેમ્બર, 2019થી 12 માર્ચ, 2021 સુધી 16 મહિનામાં પ્રસિદ્ધિ પર કરાયેલા ખર્ચની માહિતી આપવામાં આવી છે. તેમાં 2019માં રૂ. 20.31 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હોઈ નિયમિત રસીકરણ ઝુંબેશ પર સૌથી વધુ રૂ. 19.92 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વર્ષ 2020માં કુલ 26 વિભાગની પ્રસિદ્ધિ ઝુંબેશ પર રૂ. 104.55 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા. તેમાં મહિલા દિવસ નિમિત્તે પ્રસિદ્ધ ઝુંબેશ પર રૂ. 5.96 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. પદ્મ વિભાગ રૂ. 9.99 કરોડ, રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન પર રૂ. 19.92 કરોડ, વિશેષ પ્રસિદ્ધિ ઝુંબેશ પર 4 તબક્કામાં રૂ. 22.65 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે.આમાં રૂ. 1.15 કરોડનો ખર્ચ સોશિયલ મિડિયા પર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર નાગરી વિકાસ અભિયાન પર 3 તબક્કામાં રૂ. 6.49 કરોડ ખર્ચ કરાયો છે.

આપત્તિ વ્યવસ્થાપન વિભાગે નિસર્ગ ચક્રવાત પર રૂ. 9.42 કરોડ ખર્ચ કરવામાં આવ્યો હોઈ તેમાં રૂ. 2.25 કરોડ સોશિયલ મિડિયા પર દર્શાવવામાં આવ્યા છે. રાજ્ય આરોગ્ય શિક્ષણ વિભાગે રૂ. 18.63 કરોડ ખર્ચ કર્યા છે. શિવભોજનની પ્રસિદ્ધિ માટે રૂ. 20.65 લાખ ખર્ચ કરાયો હોઈ રૂ. 5 લાખનો ખર્ચ સોશિયલ મિડિયા પર દર્શાવ્યો છે.

12 વિભાગનો રૂ. 29.79 કરોડ ખર્ચ
2021માં 12 વિભાગે રૂ. 29.79 કરોડ ખર્ચ 12 માર્ચ, 2021 સુધી કર્યો છે. તેમાં ફરી એક વાર રાજ્ય આરોગ્ય શિક્ષણ વિભાગે રૂ. 15.94 કરોડ ખર્ચ કર્યા છે. જળ જીવન મિશનની પ્રસિદ્ધિ પર રૂ. 1.88કરોડ ખર્ચ કર્યા હોઈ રૂ. 45 લાખ સોશિયલ મિડિયા પર ખર્ચ કર્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગે રૂ. 2.45 કરોડના ખર્ચમાં રૂ. 20 લાખ સોશિયલ મિડિયા પર બતાવ્યો છે. અલ્પસંખ્યાક વિભાગે તો કહેર કરતાં રૂ. 50 લાખમાંથી રૂ. 48 લાખ મિડિયા પર ખર્ચ કર્યો છે. જાહેર આરોગ્યવિભાગે રૂ. 3.15 કરોડમાંથી રૂ. 75 લાખ સોશિયલ મિડિયા પર ખર્ચ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...