તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રાજ્યમાં હાલ ફક્ત 5 થી 7 દિવસ ચાલે એટલો જ લોહીનો સ્ટોક છે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 58 બ્લડબેંકોમાં 3239 યુનિટ લોહી, 611 યુનિટ પ્લેટીલેટ્સ ઉપલબ્ધ

કોરોના વિરુદ્ધની લડાઈમાં રાજ્યના ડોકટરો, પોલીસ, આરોગ્ય કર્મચારીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ લડાઈ માટે જરૂરી દવાઓ અને સુવિધાઓની કમી ન પડે એ માટે તમામ ઉપાયયોજનાઓ કરવામાં આવી છે. પણ રાજ્યની બ્લડબેંકોમાં લોહીનો સ્ટોક ઓછો હોવાથી દર્દીઓએ અડચણનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્યારે મહારાષ્ટ્રની 344 બ્લડબેંકોમાં લોહીના 19,059 યુનિટ અને પ્લેટીલેટ્સના 2583 યુનિટ છે. મુંબઈની 58 બ્લડબેંકોમાં લોહીના 3239 યુનિટ અને પ્લેટીલેટ્સના 611 યુનિટ ઉપલબ્ધ છે. ફક્ત 5 થી 7 દિવસ ચાલે એટલો જ સ્ટોક છે. આ પાર્શ્વભૂમિ પર આગામી સમયમાં લોહીની અછત ન વર્તાય એ માટે રાજ્યની રાજકીય, ધાર્મિક, સામાજિક સંસ્થાઓ અને ગૃહનિર્માણ સંસ્થાઓએ કોરોનાનું ધ્યાન રાખતા નાની નાની રક્તદાન શિબિરનું આયોજન કરવું. સ્વૈચ્છિક રક્તદાતાઓએ પણ નજીકની બ્લડબેંકમાં જઈને રક્તદાન કરવું. કોરોનાની પાર્શ્વભૂમિ પર બ્લડબેંકોએ જરૂરી તપાસણીઓ અને પ્રતિબંધક ઉપાયો કરીને લોહીનું સંકલન કરવું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો