પ્રવાસીઓની અગવડ:ST સેવા પૂર્વવત થવા હજી થોડા દિવસની પ્રતિક્ષા કરવી પડશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામંડળને 34 હજાર ડ્રાઈવર અને કંડકટર ફરજ પર પાછા આવે એવી આશા

રાજ્યની એસટી સેવા પૂર્વવત થવા માટે હજી થોડા દિવસની રાહ જોવી પડશે. મહામંડળના 53 હજાર 973 ડ્રાઈવર અને કંડકટરમાંથી હજી 34 હજાર ફરજ પર હાજર થયા નથી. તેથી રાજ્યમાં એસટીની 16 હજાર ફેરીઓ શરૂ થઈ શકી છે. પ્રવાસીઓની અગવડ યથાવત છે અને ગ્રામીણ ભાગના લોકોની સખત હેરાનગતિ થઈ રહી છે. હાઈ કોર્ટે 22 એપ્રિલ સુધી કર્મચારીઓને કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો છે. હવે એના માટે ફક્ત પાંચ દિવસ બાકી રહ્યા છે.

એસટી કર્મચારીઓ વિલિનીકરણ અને બીજી માગણીઓ માટે 28 ઓકટોબર 2021થી હડતાલ પોકારી હતી. કોર્ટે પહેલા 15 એપ્રિલ સુધી કામ પર પાછા ફરવાનો આદેશ કર્મચારીઓને આપ્યો હતો. એ પછી ફરીથી 7 એપ્રિલ 2022ના થયેલી સુનાવણીના સમયે હાઈ કોર્ટે હડતાલિયા કર્મચારીઓએ 22 એપ્રિલ 2022 સુધી કામ પર હાજર થવાનો આદેશ આપ્યો અને એ સાથે કર્મચારીઓ પર કાર્યવાહી કરવી નહીં એવો નિર્દેશ મહામંડળને આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ વિવિધ ખાતાના લગભગ 6 હજાર કર્મચારીઓ કામ પર પાછા ફર્યા છે. એમાં જોકે ડ્રાઈવર અને કંડકટરની સંખ્યા ઓછી છે.

હાઈ કોર્ટના આદેશ બાદ 9 એપ્રિલના વિવિધ ભાગોમાં કુલ 743 કર્મચારીઓ કામ પર પાછા ફર્યા હતા. 12 એપ્રિલના 1569 અને 14 એપ્રિલના 1243 કર્મચારીઓ કામ પર હાજર થયા. એમાં ડ્રાઈવર અને કંડકટર પાછા આવવાનું પ્રમાણ ઓછું જ છે. એસટી મહામંડળે આપેલી માહિતી અનુસાર 41 હજાર 462 કર્મચારીઓ કામ પર હાજર થયા છે. 40 હજાર 221 કર્મચારીઓ હજી પણ હડતાલ પર છે. એમાં 19 હજાર 297 ડ્રાઈવર અને 15 હજાર 28 કંડકટર છે. તેથી એસટી સેવા હજી પૂર્વવત થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...