તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TIFRનું તારણ:મુંબઈમાં જૂન સુધી પરિસ્થિતિ સામાન્ય બનશે

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • રસીકરણ ચાલુ રાખવું પડશે અને નવો વેરિયન્ટ નહીં આવવો જોઈએ

કોરોનાની બીજી લહેરે બધાને ચિંતામાં મૂકી દીધા છે. આ લહેરને રોકવા માટે મુંબઈ સહિત રાજ્યમાં લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. એપ્રિલથી બ્રેક ધ ચેઈન ઝુંબેશ હેઠળ લાદવામાં આવેલા આ નિયંત્રણોનાં રાહતદાયક પરિણામો હાલમાં જોવા મળી રહ્યાં છે. આથી છેલ્લા થોડા દિવસમાં મુંબઈમાં કોરોનાના દર્દીઓનો ગ્રોથ રેટ અને પોઝિટિવિટી રેટ ઘટ્યો છે. આને ધ્યાનમાં રાખતાં મુંબઈગરા માટે વધુ એક સારા સમાચાર છે.

જો મુંબઈમાં રસીકરણ અવિરતપણે ચાલતું રહે અને કોરોનાના કોઈ પણ નવા વેરિયન્ટ નહીં આવે તો મુંબઈની પરિસ્થિતિ જૂન સુધી સાધારણ બની શકે છે, એવો અંદાજ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના શાસ્ત્રજ્ઞોની ટીમે વ્યક્ત કર્યો છે.

મુંબઈમાં આવેલી કોરોની બીજી લહેરનું ગણિતની રૂપરેખા પર વિશ્લેષણ કરીને આ નિષ્ણાતોએ રાહતદાયક ભવિષ્યવાણી કરી છે. જૂનમાં શહેરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. 1 જુલાઈથી શહેરની સ્કૂલો શરૂ કરી શકાશે, એવી અત્યંત મહત્ત્વપૂર્ણ માહિતી આ નિષ્ણાતોએ આપી છે.

ફેબ્રુઆરીમાં રાજ્યમાં કોરોના વાઈરસનો એક જ વેરિયન્ટ હતો. જોકે લોકલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવતાં કોરોનાનો ફેલાવો મોટે પાયે વધ્યો. લોકલ ટ્રેન સેવા અને અન્ય બાબતો ચાલુ થતાં જ કોરોના વાઈરસના ફેલાવા માટે પોષક વાતાવરણ તૈયાર થયું હતું. આથી શહેરમાં બીજી લહેર આવી એવું નિરીક્ષણ ટીઆઈએફઆર દ્વારા કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે નિયંત્રણો બહુ જ શિથિલ કરવામાં આવ્યાં છે. આથી જ માર્ચ મહિનામાં પરિસ્થિતિ ગંભીર બની છે, એમ તેમનું કહેવું છે.

નવો વેરિયન્ટ અઢી ગણો સંક્રામક
કોરોના વાઈરસનો હાલનો વેરિયન્ટ ગયા વર્ષે મળી આવેલા સ્ટ્રેન કરતાં 2થી 2.5 ગણો વધુ સંક્રામક છે. માર્ચમાં મુંબઈમાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિથી વધ્યું હતું. નવા વેરિયન્ટને લીધે કોરોનાનો ફેલાવો તેજ ગતિથી વધ્યો હોવો જોઈએ, એમ આ નિષ્ણાતોનું માનવું છે. સરકારી આંકડાવારી અનુસાર કોરોનાની બીજી લહેરમાં 2.3 લાખ નાગરિકોને સંક્રમણ થયું હતું, જ્યારે એપ્રિલમાં 1479 નાગરિકોનાં મોત થયાં હતાં, જે ચિંતાજનક સ્થિતિનો અંદાજ આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો