તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સરકારના ઓરમાયા વર્તનને કારણે દુકાનો બંધ થઈ રહી છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ લકવાગ્રસ્ત વિચારશાહીનો ભોગ બની રહ્યા છે, વેપારી સંગઠન

ગત મિની લોકડાઉન લાગુ કરાયો ત્યારથી અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે નાની અધિકૃત દુકાનો જેમની મૂડીનું ધોવાણ થઈ રહ્યું છે અને દુકાનદાર પાયમાલ થઇ રહ્યા છે એની જવાબદારી કોણ લેશે, એવો પ્રશ્ન લોઅર પરેલ વ્યાપાર એસોસિયેશનના અધ્યક્ષ નિલેશ સાવલાએ કર્યો છે. માન્યું કે આ સમય બધા માટે કપરો છે, માન્યું કે સરકાર કોરોનાને કાબૂમાં લેવા પૂરતા પ્રયાસ કરી રહી છે, પણ નાના વેપારીઓ અને એમની રોજીનું દયાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

લોઅર પરેલ, વરલી અને ડિલાઈલ રોડ એરિયામાં જ 25થી 30 દુકાનો હંમેશ માટે બંધ થઇ ગઈ છે. અન્ય એરિયામાં પણ બંધ થઇ રહી છે, જે તરફ સરકારનું જરા પણ ધ્યાન નથી. નુક્સાનીના આંકડા વિવિધ સંગઠનો તફથી આવી રહ્યાં છે તે સિવાય હકીકત એ પણ છે કે દરેક એરિયામાં ઘણી દુકાનો હંમેશ માટે બંધ થઇ રહી છે, જેની કોઈ આંકડાવારી નથી અને આ થનારું નુકસાન ક્યારેય ભરપાઈ નહીં થાય એની સરકાર નોંધ રાખે.

હજુ ત્રીજી લહેર આવવાની છે અને અમારા એસોસિયેશનના સલાહકાર ડો. મિતેષ ગાલાના કહેવા પ્રમાણે વેકસિનના બન્ને ડોઝ લગાવ્યા પછી પણ ૨૦થી ૩૦ ટકા લોકોની એન્ટીબોડી ડેવલપ નહીં થશે અને એમને 6 મહિના પછી પાછું વેકસિન લેવું પડશે, એટલે કે, કોરોના વિરુદ્ધની આ લડાઈ લાંબી ચાલશે. આજે વેપારી સરકારની આ લકવાગ્રસ્ત વિચારશાહીનો ભોગ બની રહ્યા છે, જે દુખદ છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...