તાઉતેની અસર:તાઉતેમાં અલીબાગથી તણાયેલું વહાણ પાલઘર બીચમાં ફસાયું

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહાણમાંથી હજારો લિટર તેલ સમુદ્રમાં ગળતરથી સમુદ્રિ જીવોને જોખમ

મુંબઇ નજીક અરબી સમુદ્રમાં તાઉતે વાવાઝોડું પસાર થયાને 11 દિવસ થયા છતાં હજુ સુધી તેની અસર ચાલુ જ છે. 17 મેના અલીબાગથી તણાઈ ગયેલું વહાણ પાલઘરમાં વડરાઈ બીચ પાસે એક ખડક સાથે ટકરાયું હતું અને આટલા દિવસો પછી પણ તે જ સ્થળે ફસાઇ ગયું છે. જોરદાર પવનને લીધે ખડક સાથે ટકરાવાને કારણે વહાણના કેટલાક ભાગ તૂટી ગયા છે. હવે તેમાંથી 80,000 લિટર તેલ દરિયામાં ગળતર થઈને આજુબાજુ ફેલાઇ રહ્યું છે.વહાણ ન હટાવવા અંગે નારાજગી વ્યક્ત કરતાં સ્થાનિક માછીમારોએ આંદોલન કરવાની ચેતવણી આપી છે.

તેઓનો આક્ષેપ છે કે જો વહાણ પરનું સમગ્ર ડીઝલ સમુદ્રમાં ફેલાશે તો માછલીઓ અને દરિયાઈ જીવો પર ખૂબ જ માઠી અસર થશે.સરકારે 31 મે સુધી મુંબઇ અને આજુબાજુમાં માછીમારી પર પ્રતિબંધ મૂક્યો છે. આને કારણે માછીમારો પશ્ચિમી કાંઠે એટલે કે અલીબાગ અને વડરાય બીચની આજુબાજુમાં માછીમારી માટે જતા હતા. આવી સ્થિતિમાં જો સમુદ્રમાં અહીં તેલ ફેલાઈ જાય તો પછી તેમનો વ્યવસાય અટકી શકે છે. આથી માછીમારોએ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.

અન્ય સમાચારો પણ છે...