તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયલ એસ્ટેટ:મહિલા ઘર ખરીદદારોનો હિસ્સો 6.6 ટકાથી ઘટીને મે મહિનામાં 1.7% થયો

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જોકે એપ્રિલની તુલનામાં નવાં વેચાણોમાં સુધારણા

8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું નિમિત્ત સાધીને 1લી એપ્રિલ, 2021થી અમલ સાથે મહિલા ઘર ખરીદદા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 1 ટકા રિબેટની ઘોષણા કરવામાં આવી હતી. આ પછી એપ્રિલ 2021માં મહિલા ઘર ખરીદદારોનો હિસ્સો 6.6 ટકા વધ્યો હતો, પરંતુ તે પછી મે 2021માં આ સંખ્યા ઘટીને 1.7 ટકા પર નીચે આવી હતી, એમ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા દ્વારા ચર્ચગેટથી દહિસર અને કોલાબાથી મુલુંડ સુધી મુંબઈ મહાપાલિકા પ્રદેશમાં નોંધણી થયેલી મિલકતો પરથી તારણ કાઢવામાં આવ્યું છે.

મે 2021માં 5360 મિલરતોની નોંધણી થઈ હતી, જે મહિના દર મહિના એપ્રિલ 2021માં 47 ટકા ઘટી હતી, જ્યારે મે 2019માં નોંધણી થયેલા 6270 ઘર સામે 15 ટકા ઘટીછે. જોકે આ વર્ષે લોકડાઉનનાં નિયંત્રણો હળવાં હોવાથી મે 2020ની તુલનામાં મે 2021માં નોંધણીમાં 25 ગણો વધારો થયોછે. મે 2021માં જોકે ફક્ત 29 ટકા નોંધણી નવાં નિવાસી ઘરોની થઈ હતી, જ્યારે 71 ટકા નોંધણી થયેલી મિલકતોનું વેચાણ ડિસેમ્બર 2020થી એપ્રિલ 2021માં થયું હતું અને નોંધણી મેમાંથઈ હતી. મે 2021માં કુલ નવાં વેચાણમાં 62 ટકા સબ રૂ. 1 કરોડની શ્રેણીમાં હતાં.

ખરીદીની મોસમમાં પણ નબળો પ્રતિસાદ
એપ્રિલ- મેમાં નોંધણી માટે ધસારો જોવા મળ્યો તેનું કારણ ઘણા બધા લોકોએ માર્ચ ડેડલાઈન પૂર્વે મિલકતો ખરીદી લીધી પછી અને પછીથી નોંધણી કરાવી હતી. ધ ગાર્ડિયન્સ રિયલ એસ્ટેટ એડવાઈઝરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રામ નાઈકે જણાવ્યું હતું કે મહામારીની બીજી લહેરને લીધે લાગલગાટ બીજા મહિનામાં વેચાણમાં ઘટાડો થયો છે. ગુડી પડવા અને અક્ષય તૃતીયા જેવી ખરીદીની મોસમમાં પણ ખરીદદારો કોવિડ-19માં ઉછાળાને લઈ મિલકત ખરીદીથી દૂર રહ્યા હતા.

નિષ્ણાતો શું કહે છે
ક્રેડાઈ એમસીએચઆઈના માનદ સચિવ અને ત્રિધાતુ રિયાલ્ટીના સહ- સ્થાપક પ્રિતમ ચિવુકુલાએ જણાવ્યંં કે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો, હોમ લોન દરોમાં ઘટાડો, ડિસ્કાઉન્ટ, ચુકવણીની સાનુકૂળતાએ ગત ત્રિમાસિકમાં રિયલ એસ્ટેટમાં માગણીમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ મહામારીની બીજી લહેરે છેલ્લા બે મહિનામાં ઉછાળા પર ઠંડું પાણી ફેરવી દીધું છે. નરેડકો મહારાષ્ટ્રના પ્રેસિડેન્ટ અશોક મોહનાનીએ જણાવ્યું હતું કે સરકારે એપ્રિલ 2021થી સ્ટેમ્પ ડ્યુટી પર ડિસ્કાઉન્ટ પાછું ખેંચી લેતાં મિલકતના વેચાણમાં 50 ટકા ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...