તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:સાત મહિનાના બાળકે કોવિડ-19 અને ફેફસાની ગાંઠને માત આપી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાતીમાં 15 સેમી આકારની દુર્લભ ગાંઠ પર સફળ શસ્ત્રક્રિયા કરાઈ

ફક્ત સાત મહિનાના બાળકને કોવિડ-19નું સંક્રમણ લાગુ થયું હતું અને તેની છાતીમાં 15 સેમી આકારની દુર્લભ ગાંઠ જોવા મળી હતી. તેની પર પરેલની વાડિયા હોસ્પિટલમાં સફળ ઉપચાર કરીને તેને નવું જીવન આપવામાં આવ્યું છે.

બિહારના ભાગલપુર જિલ્લાના દંપતીના ઘરમાં બાળકનો જન્મ થતાં ખુશીનો કોઈ પાર નહોતો, પરંતુ બાળક બે મહિનાનું થતાં જ સતત રડવું, શ્વાસોશ્વાસમાં મુશ્કેલી વગેરે સમસ્યાઓ ઉદભવવા લાગી. આ પછી સ્તનપાન પણ કરી શકતું નહોતું અને અન્ન ગળવા માટે થતા ત્રાસને લીધે બાળકની કમજોર બનવા લાગ્યું. સ્થાનિક ડોક્ટરે ટેરાટોમા નામે 15 સેમી આકારની દુર્લભ ગાંઠ હોવાનું અને મુંબઈમાં પરેલની બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રનમાં સારો ઉપચાર થશે એવી સલાહ આપી હતી.

બાળ રોગ નિષ્ણાત ડો. પ્રજ્ઞા બેન્દ્રેએ જણાવ્યું કે 15 એપ્રિલે બાળકને દાખલ કરાયું હતું. તેનું કોરોના પરીક્ષણ કરતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી આઠ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. આ પછી તપાસ કરતાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જે પછી શસ્ત્રક્રિયા કરવાનો નિર્ણય લેવાયો હતો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, સ્તનપાન સ્વીકારતું નહોતું. સિટી સ્કેનમાં તેનાં બંને ફેફસાં, હૃદયનો થોડો ભાગ અને શરીરની સૌથી મોટી ધમકી પર ગાંઠને લીધે ગંભીર પરિણામ જણાયાં હતાં.

કોવિડમુક્તિ પછી શસ્ત્રક્રિયા
હોસ્પિટલનાં સીઈઓ ડો. મિની બોધનવાલાએ જણાવ્યું હતું કે બાળકને અસહ્ય વેદનાઓ થતી હતી અને અમે પ્રથમ બાળકને કોવિડમુક્ત કરવાનો નિર્ણય લીધો, કારણ કે કોવિડના સંક્રમણને લીધે આ બાળક શ્વાસ લઈ શકતું નહોતું અને તે પછી ગાંઠ કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...