તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કચ્છી ભાનુશાલી સમાજનું સેવાકાર્ય અતુલનીય

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 37 કચ્છી આગેવાનોનું અનન્ય યોગદાન માટે રાજ્યપાલને હસ્તે સન્માન

વેપાર- ઉદ્યોગ દ્વારા ધનસંગ્રહ કરીને ગાડી- બંગલા લેવાનું કામ મુશ્કેલ નથી, પરંતુ ઈશ્વર કૃપાથી મળેલી ધનસંપદા પોતાના જ ઉપેક્ષિત સમાજ બાંધવોમાં નિઃસ્વાર્થ રીતે વહેંચવી તે મુશ્કેલ કામ છે, એમ કહીને કચ્છી ભાનુશાલી સમાજે મહેનતથી કમાયેલી સંપત્તિમાંથી કોરોનાકાળમાં સમાજ માટે કરેલાં સેવાકાર્યો અતુલનીય છે, એમ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ જણાવ્યું હતું. સ્ત્રીઓ માટે કાર્યરત જેડલ ફાઉન્ડેશન અને કચ્છી ભાનુશાલી સેવા સમાજના માધ્યમથી કોરોનાકાળમાં ઉલ્લેખનીય કાર્ય કરનારા 37 કોરોના યોદ્ધાઓનું રાજ્યપાલને હસ્તે શનિવારે રાજભવન ખાતે સન્માન કરવામાં આવ્યું.

તે સમયે તેઓ બોલતા હતા. આ સમયે રાજ્યપાલનું કચ્છી ટોપી અને શાલ આપીને સન્માન કરાયું હતું.આ સમયે જેડલ ફાઉન્ડેશનનાં અધ્યક્ષા વિજયા ચાંદ્રા, કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ ધનજી સેઠિયા, વલ્લભદાસ લીલાધર ભદ્રા, ડોંબિવલી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળના ટ્રસ્ટી નવીન ભાનુશાલી, અનિલ ભદ્રા વગેરે હાજર હતા.ભારતને સંતોની મોટી પરંપરા લાભી હોઈ જીવનમૂલ્યો ભારતીય સમાજનો સ્થાયી ભાવ બની ગયો છે. સમાજનું ઋણ માન્ય કરનારો કચ્છી ભાનુશાલી સમાજ વાસ્તવિક ભાગ્યશાળી સમાજ છે, એમ રાજ્યપાલે જણાવ્યું હતું.

આ સમયે દિનેશ લક્ષ્મીદાસ ચાંદ્રા, અરવિંદ ચંદુલાલ ચાંદ્રા, રાજેશ પુરુષોત્તમ જીસર, ધરમશીભાઈ નારાયણ લક્ષ્મીદાસ મિઠિયા, જિતેન્દ્ર પરસોત્તમ ગજરા, મનજી પ્રેમજી ગજરા, સતીશ હરીશ ભદ્રા, ભરત રમેશ માવ, વીરેન હરિરામ ગજરા, અનિલ સેઠિયા, અમિત મંગલદાસ માંગે, મેહુલ નારાયણ ભાનુશાલી, જગદીશ જોઈસર, જિતેન્દ્ર શંકરલાલ સેઠિયા, રાધા પરિણ જોઈસર, પરિન નવીનચંદ્ર જોઈસર, જિતેશ વાલજી ભાનુશાલી, ઉમેશ પુરુષોત્તમ ભાનુશાલી, રાવજી નાનજી દામા, વિશાલ દયારામ ગોરી, જેઠાલાલ નાનજી ભાનુશાલી, મંથન ખીમજી ગજરા, રાજેશ બાબુભાઈ ભાનુશાલી, દર્શન ચંદુલાલ હેમાની, ખુશાલભાઈ ગડા, અમર વલ્લભદાસ ગજરા, દર્શના દામલે, મકરંદ પ્રભાકર પ્રધાન, ધર્મેન્દ્ર નવનીતલાલ શાહ, નિવા સેજલ વિશાલ ગડાનું રાજ્યપાલને હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...